Vadodara
KJIT દ્વારા એસ.એસ.સી પરિણામ સુધારણા પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું…

ડેસર ની શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલમાં KJIT સાવલી દ્વારા શાળાના ધોરણ – 10 ના 191 વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે અતિઉપયોગી સંદર્ભ સાહિત્ય તૈયાર કરી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
છેક છેવાડાની શાળા અને તેના વિદ્યાર્થીઓના પરિણામની ચિંતા કરી, તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરીને દરેક વિદ્યાર્થીઓને વિતરણ કરીને જનકા જન સહાયક ટ્રસ્ટ, KJIT ના ફાઉન્ડર અને ઓનર એવા સમીરભાઈ પંડ્યા એ તેમની ઉદારતાનો પરિચય કરાવ્યો છે.
બીજું કે, તેઓએ વિદ્યાર્થીઓને રસાળશૈલીમાં અને વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલા ઉદાહરણો આપીને ભણતર, લેખન, પરીક્ષા અને પરિણામનું મહત્વ પણ સમજાવી દીધું! હતુ