Sports
કોલકાતાની જીતથી પોઈન્ટ ટેબલમાં આવ્યો મોટો ફેરફાર, જાણો શું છે ટીમોની સ્થિતિ
IPLની 16મી સિઝનમાં 61 લીગ મેચો ખતમ થયા બાદ હજુ સુધી કોઈ પણ ટીમ પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 6 વિકેટથી જીત મેળવીને પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. KKRની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચી ગઈ છે. 13 લીગ મેચો પછી, કોલકાતા પાસે હવે 6 જીત સાથે 12 પોઈન્ટ છે અને ટીમનો નેટ રનરેટ પણ -0.256 છે.
ગુજરાત, ચેન્નાઈ, મુંબઈ અને લખનૌ હવે ટોપ 4માં છે
પોઈન્ટ ટેબલમાં ટોપ 4 પર હાલમાં ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કબજો છે. ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી 12માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાતનો વર્તમાન નેટ રન રેટ 0.761 છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને તેનો નેટ રનરેટ 0.381 છે.
મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં 12 મેચમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. મુંબઈનો નેટ રેટ હાલમાં -0.117 છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે અને તેનો નેટ રનરેટ 0.309 છે.
RCB 5માં સ્થાને, પંજાબ હવે 8માં સ્થાને છે
રાજસ્થાન રોયલ્સ સામે 112 રનની મોટી જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે પોઈન્ટ ટેબલમાં સીધા 5માં સ્થાને પહોંચી ગયું છે. RCBના 12 મેચમાં 12 પોઈન્ટ છે, નેટ રનરેટ 0.166 છે. રાજસ્થાન રોયલ્સ હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે અને તેનો નેટ રનરેટ 0.140 છે.
પંજાબ 8મા અને હૈદરાબાદ 9મા ક્રમે, દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર
ચેન્નાઈ સામે KKRની જીત બાદ પંજાબ કિંગ્સ હવે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને સરકી ગઈ છે. પંજાબનો નેટ રનરેટ હાલમાં -0.268 છે. 9માં સ્થાન પર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ છે, જેણે અત્યાર સુધી 11 મેચ બાદ 4માં જીત મેળવી છે. હૈદરાબાદનો નેટ રન રેટ -0.471 છે. આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ દિલ્હી કેપિટલ્સ છે, જે 12 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.