Gujarat

“રાબડા ભાગવત કથામાં કૃષ્ણજન્મ ઉત્સવ ઉજવાયો.”

Published

on

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે

વલસાડ તાલુકાના રાબડા ગામે સાંઈ ધામમાં ચાલી રહેલી યુવા કથાકાર કિશનભાઈ દવે ની ભાગવત કથામાં આજે એટલે કે 26-3-2023 ના રોજ કૃષ્ણજન્મ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વામનજન્મ ઉત્સવના મનોરથી વંશ જીતુભાઇ પટેલ અને રામજન્મ ઉત્સવ ના મનોરથી કમલેશભાઈ માસ્તર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કૃષ્ણજન્મના મનોરથી મીનાબેન સતિષભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા લાલાનું પારણું ઝુલાવામાં આવ્યું હતું. કથામાં આચાર્ય કેતનદાદા દવે (સુરત) અને વિપ્રવૃંદની પધરામણી થઈ હતી. કેતનદાદા એ આશીર્વચન આપ્યા હતા.

Advertisement

વ્યાસપીઠ પરથી યુવા કથાકાર કિશનભાઈ દવે એ ખૂબ જ ઉત્સાહ અને યુવા શૈલી માં પોતાની વાણી પીરસી સમસ્ત રાબડા ગામ તથા આજુબાજુ પંથક ના ભાવિકભક્તો ને ભક્તિમય બનાવી રહ્યા હતા.આચાર્ય માક્ષિતભાઈ રાજ્યગુરૂ અને કેવલ દવે દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કથા ના ચોથા દિવસે વામન જન્મ ઉત્સવમાં કૃણાલ (વામન) એ રામજન્મ ઉત્સવમાં હિરલ (રામ) , રોશની (સીતા) , ભૂમિ (લક્ષ્મણ) , વંશ (હનુમાન) એ કૃષ્ણજન્મ ઉત્સવમાં અંબુભાઈ (વસુદેવ) , કિશા (બાલકૃષ્ણ) દ્વારા આબેહૂબ પાત્રો ભજી પ્રસંગો ની ઉજવણી કરવામાં આવી હતી. સંગીતકારો ગુજરાતના સુપ્રસિદ્ધ વાયોલિન વાદક ગૌરવ પટેલ, મહેન્દ્ર પટેલ, રાજન પટેલ, પ્રફુલ પટેલ દ્રારા ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી. દરરોજ સાંજે ૫ કલાકે પિતૃ પૂજા થઈ રહી છે. મુખ્ય યજમાન કમલેશભાઈ માસ્તર ના નિવાસસ્થાને ૫.૩૦ કલાકે ભાગવતજી નો દશાંશ યજ્ઞ થઈ રહ્યો છે.દરરોજ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે..

Advertisement

Trending

Exit mobile version