Chhota Udepur
કૃષ્ણ નગર સોસાયટી નો પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર નગર નજીક જાગનાથ મહાદેવ મંદિર પાસે કવાંટ રોડ પર આવેલ અને ૧૬૨ મકાનો સાથે આકાર લઈ રહેલ કૃષ્ણ નગર સોસાયટી નો પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સોસાયટી માં રહેતા તમામ પરિવારોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, કાર્યક્રમ ની શરૂઆત સૌને નવા વર્ષ સવંત ૨૦૮૦ ની શુભેચ્છાઓ પાઠવી હતી, યોજાયેલ સ્નેહ મિલન સમારોહ માં સોસાયટી માં રહેતા તમામ પરિવારોએ સંગઠીતતા અને સામુહીકતા સાથે સૌ હળીમળીને ભાઈચારાની ભાવના સાથે રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
સ્નેહ મિલન સમારોહ ની સાથે કૃષ્ણ નગર સોસાયટી નું બંધારણીય કમિટી નું પણ ગઠન કરી પ્રમુખ,ઉપપ્રમુખ, મંત્રી સહમંત્રી, ખજાનચી, ઓડિટર જેવી જવાબદારી ઓ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ પરિવારોએ સ્વ રૂચિ ભોજન લીધા બાદ છૂટાં પડ્યાં હતાં