Entertainment
Krrish 4: ‘ક્રિશ 4’ને લઈને રાકેશ રોશને બહાર પાડ્યું અપડેટ, જણાવ્યું શુકામ ફિલ્મ બનાવવામાં લાગી રહયો છે ટાઈમ

બોલિવૂડ એક્ટર રિતિક રોશને પોતાની ફિલ્મી કરિયર દરમિયાન ‘અગ્નિપથ’, ‘કહો ના પ્યાર હૈ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની હિટ ફિલ્મોની યાદીમાં ‘ક્રિશ’ પણ સામેલ છે. આ ફ્રેન્ચાઈઝીની અત્યાર સુધીની તમામ ફિલ્મો દર્શકોને પસંદ આવી છે, જેના પછી તેમના ફેન્સ ફિલ્મના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
‘ક્રિશ 4’ વિશે માહિતી
‘ક્રિશ 3’ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી, ત્યારબાદ ફિલ્મના ચોથા ભાગને લઈને ઘણા સમાચાર સામે આવ્યા હતા. તાજેતરમાં, ફિલ્મના નિર્દેશક રાકેશ રોશને ફિલ્મ વિશે નવીનતમ અપડેટ શેર કરી છે. ડાયરેક્ટરે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ‘ક્રિશ 4’ બનાવવામાં જરા પણ ઉતાવળ કરવા નથી માંગતા. ફિલ્મનું શૂટિંગ 2024 પછી શરૂ થશે. ટીમ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. આ પછી પ્રી-પ્રોડક્શન પર કામ શરૂ કરવામાં આવશે.
‘ક્રિશ 4’ વિશે ઉતાવળ કરવા નથી માંગતા
તેણે વધુમાં કહ્યું કે તેને ફિલ્મ બનાવવા માટે સમયની જરૂર છે. ડિરેક્ટર ‘ક્રિશ 4’ને લઈને કોઈપણ પ્રકારની ઉતાવળ બતાવવા માંગતા નથી. તેણે વધુમાં કહ્યું કે ફિલ્મના વિષય અને વાર્તાને કારણે ફિલ્મ બનાવવામાં સમય લાગી રહ્યો છે.
‘વોર 2’માં જોવા મળશે
હૃતિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર ‘વોર 2’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યા છે. આ સિવાય તે ફિલ્મ ‘ફાઈટર’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ અભિનેત્રી દીપિકા પાદુકોણ જોવા મળશે.