Gujarat
સાવલીમાં ૧,૬૪ કરોડ ના ખર્ચે બનેલ કુમાર (ઢમરું) શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું

(અવધ એક્સપ્રેસ સાવલી તા.૨૯)
સાવલી નગરમાં આવેલ કુમાર શાળા (ઢમરૂ) શાળા ના નામે ઓળખાતી પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ૧.૬૦ કરોડના ખર્ચે બનેલ બાર ઓરડા તેમજ કુમાર અને કન્યા ના અલગ અલગ ટોયલેટ બોક્ષ અને ફાયર સુવિધા સહિત અદ્યતન શાળા બાંધવામાં આવેલ છે જેનું ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા નાં અધ્યક્ષ સ્થાને રીબીન કાપી અને દીપ પ્રગટાવીને નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
કુમારશાળાના નવીન ઓરડાઓના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ રણજીત સિંહ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પાંડે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં આચાર્યો અને શિક્ષકો હાજર રહ્યા હતા
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુમાર શાળા ના નવીન ઓરડાઓ નું લોકાર્પણ કરવા માં આવ્યું હતું નવીન ઓરડાઓના લોકાર્પણ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા ની કન્યા દ્વારા સ્વાગત ગીત અને લોક નૃત્ય દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવીન ઓરડાઓ માં હવે બાળકો સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં મુક્ત મને બેસી ભણી શકે તેવા હેતુ થી સમગ્ર રાજ્યમાં શાળા ઑ નું નવીનીકરણ કરવામા આવી રહ્યું છે આ સમયે વિપુલ ભાઈ આચાર્ય નું સન્માન કરવામાં આવ્યું હતું
તસવીર માં સાવલી ખાતે આવેલ કુમાર શાળા ના લોકાર્પણ ની તસવીર નજરે પડે છે