Connect with us

Gujarat

કાલોલ તાલુકાનાં એરાલ વરવાડા ચોકડી ઉપર જફરના RJ1 ભઠ્ઠામાં ગેરકાયદેસર આભ આંબતી ચીમની ઉપર સેફટી વગર કામ કરી રહ્યા છે મજૂરો

Published

on

Laborers are working without safety on the illegal flare chimney in Jafar's RJ1 kiln on Eral Varwada Chowk of Kalol taluka.

કાલોલ તાલુકાના એરાલ વરવાડા ચોકડી ઉપર આવેલ જફર નામના ઈસમનો આરજે વન નામનો ઈંટોનો ભઠ્ઠો આવેલો છે જેમાં એક ઊંચી ચીમની તૈયાર કરવામાં આવી રહી છે માટીનું ચણતર કરી આ ચીમની તૈયાર કરવામાં આવી છે આ ચીમની અંદાજિત 100 થી 200 ફૂટની ઊંચાઈની બનાવવામાં આવશે ત્યારે આ ચીમની ઉપર કામ કરતા મજૂરો સેફટી વગર કામ કરી રહ્યા છે

Laborers are working without safety on the illegal flare chimney in Jafar's RJ1 kiln on Eral Varwada Chowk of Kalol taluka.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ભઠ્ઠાની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી નથી તેમ જ અહીંયા ચીમની પણ પરવાનગી વિના બનાવવામાં આવી રહીછે અગાઉ પણ અહીં આકાશ આંબતી ચીમની બનાવાઈ હતી તેના ઉપર કોઈપણ જાતની સૂચના લાઈટો મૂકવામાં આવી ન હતી. છતાં પણ સરકારી તંત્રએ જફર સામે કોઈ પગલા લીધા ન હતા અને ભઠ્ઠા ઉપર આવી ખિસ્સા ભરી ચાલ્યા જાય છે આરજે વન ભઠ્ઠામાં બનતી આ ચીમની કેટલી સુરક્ષિત છે? તંત્ર દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે?

Advertisement

Laborers are working without safety on the illegal flare chimney in Jafar's RJ1 kiln on Eral Varwada Chowk of Kalol taluka.

જો દેશમાં યુદ્ધની સ્થિતિ આવી પડે અને ફાઈટર નીચલી સપાટી ઉપર ચલાવવા પડે તો પરિસ્થિતિ શું થાય માટીથી ચણાતી આ ચીમની કેટલી મજબૂત છે જે એક પેચીદો સવાલ છે આ ચીમની બનાવ્યા બાદ કેમિકલ થી ઈંટો પકવાય છે જેનો ધુમાડો દૂર સુધી જાય છે અને ખેતીના તૈયાર પાકને નુકસાન કરે છે ખાણ ખનીજ વિભાગ અહીંથી પસાર થતી ગેરકાયદેસર ટ્રકો તથા ટેકટર પકડવા આવે છે પરંતુ ભઠ્ઠા સામે જોતા પણ નથી જમીનથી આટલી ઊંચાઈએ વગર સેફ્ટી એ બનાવવામાં આવી રહેલી ગેરકાયદેસર ચીમની સામે તંત્ર કેમ ચૂપ છે? ખાણ ખનીજ વિભાગ કેમ કાંઈ પગલાં લીતુ નથી ?

Laborers are working without safety on the illegal flare chimney in Jafar's RJ1 kiln on Eral Varwada Chowk of Kalol taluka.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ભઠ્ઠામાં હવે માટી નથી રહી તો આર.જે વન નો માલિક જફર માટી ક્યાંથી લાવશે અહીંથી પસાર થતી નદીના કોતરોમાં મોટા પ્રમાણમાં જફર માટી ખનન કરી ભઠ્ઠામાં ઠાલવે છે રેતીની ટ્રકો સામે સૂરો બનતું ખાણ ખનીજ વિભાગ ઝફર સામે નસમસ્તક કેમ થઈ જાય છે? ઝફર કહે છે કે સરકારી તંત્રને મહીને હજારો રૂપિયા ચૂકવું છું શુ આ વાત સાચી છે? મારા ભઠ્ઠા ઉપર કોઇ સરકારી તંત્ર ની તાકાત નથી કે છાપો મારે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધી રેતી ની સેંકડો ગાડીઓ પકડી પરંતુ ઈંટો ની એકપણ ગાડી કે ટ્રેક્ટર પકડ્યું નથી ભઠ્ઠા માં માટી નથી તો જફર માટી ક્યાથી લાવે છે તે પણ જાણવાની ખાણખનીજ વિભાગે તસ્દી લીધી નથી

Advertisement

Laborers are working without safety on the illegal flare chimney in Jafar's RJ1 kiln on Eral Varwada Chowk of Kalol taluka.

  • કોતર ની માટી ખનન કરી ભઠ્ઠા માં ઈંટો બનાવી રહ્યો છે જફર
  • ગેરકાયદેસર ચીમની બનાવી વગર સેફ્ટીએ મજૂરો પાસે કામ કરાવતો હોવા છતાં તંત્ર ચૂપ કેમ ?
  • આરજે વન ભઠ્ઠામાં બનતી આ ચીમની કેટલી સુરક્ષિત છે? તંત્ર દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે?
  • આપતી ના સમયે વિમાન નીચલી સપાટીએ ઉડાડવા પડે તો સુ પરિસ્તીથી સર્જાય
  • ખાણ ખનીજ વિભાગ અહીંથી પસાર થતી ગેરકાયદેસર ટ્રકો તથા ટેકટર પકડવા આવે છે પરંતુ ભઠ્ઠા સામે જોતા પણ નથી
  • જફર ખૂલે આમ કહેછે મારા ભઠ્ઠા ઉપર કોઇ સરકારી તંત્ર ની તાકાત નથી કે છાપો મારે
error: Content is protected !!