Gujarat
વડોદરાની સરકારી હોસ્પિટલમાં કોવિશિલ્ડ વૅક્સિનના બુસ્ટર ડૉઝની અછતથી લોકોને હાલાકી
ચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. કોરોના વાઈરસના BF.7 વેરિયન્ટનો કેસ વડોદરા શહેરમાં પણ સામે આવતા નગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં કોવિડ વૅક્સિનની અછત વર્તાઈ રહી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોત્રી સ્થિત સરકારી GMERS હોસ્પિટલમાં કોરોના વિરોધી બુસ્ટર ડોઝની કોવીશિલ્ડ રસી હાલમાં ઉપલબ્ધ નહીં હોવાથી આ રસીનો બુસ્ટર ડોઝ લેવા આવનારા લોકોને લીલા મોઢે પરત જવું પડે છે.હોસ્પિટલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના વિરોધી રસીના ડોઝ માટે કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઉપલબ્ધ છે, પરંતુ કોવિશિલ્ડ રસીનો બુસ્ટર ડોઝ હાલમાં ઉપલબ્ધ નથી. આથી સરકારી ગોત્રી હસ્પિટલમાં કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ લેવા આવનારા લોકોને નિરાશા સાંપડી રહી છે.