Dahod
ઝાલોદ પોસ્ટ ઓફિસ અને બેંક ઓફ બરોડાની બહાર ગંદકીના ઢગલા સાફ સફાઈ નો અભાવ

(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસની બહાર ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા તેમજ કેટલાય દિવસથી અહીંયાં સાફ સફાઈ ન થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોસ્ટ ઓફિસમાં તેમજ બઁકમાં અંદર આવતા રસ્તામાં પાર્કિંગ તેમજ અન્ય સામાન પડેલો રહેતો હોવાથી રસ્તો સાંકડો જોવા મળ્યો હતો.
બીજી બાજુ બેંક ઓફ બરોડાની બહાર પણ ગંદગી જોવા મળી હતી. બેંક ઓફ બરોડાની સીડી ચઢતા ડાબી બાજુ ગંદકી જોવા મળેલ હતી. પોસ્ટ ઓફિસ તેમજ બેંક ઓફ બરોડા દ્વારા આ ગંદકી પર ધ્યાન આપવામાં આવતું નથી તેવું જોવા મળી રહેલ છે.