Surat
સુરત શહેરમાં ખાડીની સફાઈ માટે કરાતો લાખો રૂપિયાનો ખર્ચ કાગળ ઉપર
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
શહેરમાંથી પસાર થતી ખાડીઓને દર વર્ષે ચોમાસાની સિઝન પહેલાં પાલિકાનું તંત્ર સફાઈ કરાવે છે. લાખો રૂપિયાનું આંધણ પણ કરે છે, પરંતુ ઘણા વિસ્તારની ખાડીમાં કચરાના ઢગલા જામી ચૂક્યા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યાં હોઈ, ખાડીની સફાઈ માત્ર કાગળ ઉપર જ થતી હોય તેવું અનુભવાય રહ્યું છે. ચોમાસા દરમિયાન સુરતને તાપી નદીનું પૂર અને બીજું ખાડીપૂરનું જોખમ સતત રહેતું હોય છે.
ખાડીપૂરના જોખમને ટાળવા માટે પાલિકા દરવર્ષે ચોમાસા પહેલાં કચરો અને શિલ્ટીંગ સાફ કરાવે છે. તેમછતાં ચોમાસામાં ખાડીમાં કચરના ઢગલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. એતો ખરૂં જ ખાડીના વહેણમાં કચરાના ઢગલામાંથી જીવના જોખમે પ્લાસ્ટિક જેવી ચીજ શોધીને તેમાંથી પેટિયું રળવાની જોખમી પ્રવૃત્તિ પણ ચાલી રહી છે. આ રીતે જીવના જોખમે ખાડીમાં ઉતરેલા શ્રમજીવીઓને અટકાવવા માટેની પણ કોઈ દરકાર લેવાતી હોય તેવું હજી સુધી ધ્યાને આવ્યું નથી.