Panchmahal
લાલ મ લાલ ભીખાલાલ પંચમહાલ ના અધ્યક્ષ બની કરશે કમાલ, ઘોઘંબામાં ભવ્ય સ્વાગત

પંચમહાલ જિલ્લા તથા તાલુકા ઓમાં આજરોજ નવા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ઘોઘંબા પાલ્લા જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપેન્દ્રભાઈ સોલંકી ઉર્ફે ભીખાભાઈ ને પંચમહાલ જિલ્લાના કારોબારી અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થતાં ઘોઘંબા તાલુકામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી આજે પંચમહાલ જિલ્લાની બેઠકમાં લેવાયેલા નિર્ણયને ઘોઘંબા તાલુકામાં વધાવી લેવાયો હતો પંચમહાલ જિલ્લા પંચાયતમાં ઘોઘંબા તાલુકાના સદસ્યોને પ્રતિનિધિત્વ મળ્યું છે.
જેમાં ભીખાભાઈ સોલંકી કારોબારી અધ્યક્ષ તથા કાનપુર જિલ્લા પંચાયતના રંગીતભાઈ રાઠવા ની જિલ્લાના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવતા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભીખાભાઈ સોલંકી ઘોઘંબા આવી પહોંચતા આતિશબાજી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ઘોઘંબા તાલુકા પંચાયત ખાતે ભીખાભાઈ ને જયપાલસિંહ રાઠોડ, ગુણવંતસિંહ ગોહિલ, ઘોઘંબા સરપંચ નિલેશભાવરીયા તથા ઘોઘંબા ભાજપ યુવા મોરચાના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારે સ્વાગત કરી. ફૂલહાર પહેરાવી મીઠાઈ વહેંચી ભવ્ય સ્વાગત કર્યું હતું