Chhota Udepur
બોડેલી બાર એસોસિયેશનની ચૂંટણીમાં સતત ચોથી વખત પ્રમુખ બનતા લલિતચંદ્ર રોહિત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજે ૨૨ ડિસેમ્બરના રોજ બોડેલી કોર્ટમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં મંત્રી તરીકે એડવોકેટ મોસીન મન્સૂરીની ભવ્ય જીત થઈ હતી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. છેલ્લા ઘણા સમયથી પ્રમુખ એડવોકેટ લલિત ચંદ્ર ઝેડ રોહિત તેઓ વકીલાત ક્ષેત્રે સક્રિય અને ચોથી વખત પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. સૌમ્ય અને શાંત સ્વભાવના કારણે તેઓ બિનવિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવે છે. તેમજ પોતાના સાલસ અને સરળ સ્વભાવથી સમસ્ત વકિલ આલમમાં એક આગવી ઓળખ ઉભી કરી લોકચાહના પ્રાપ્ત કરેલ છે. અને તમામ સીનીયર જૂનીયર વકીલઓના સમર્થન તથા માર્ગદર્શનથી પોતાની ઉમેદવારી નોંધાવેલ હોય તેઓને તમામ સીનીયર તથા જૂનીયર વકીલોના સાથ, સહકાર તથા ટેકા સાથે પ્રચંડ સમર્થન મળતા. સતત ચોથી વખત પ્રમુખ તરીકે એડવોકેટ લલિતચંદ્ર રોહિતની પ્રમુખ તરીકે વરણી થતાં શુભચિંતકોમાં ઉત્સા હિત જોવા મળેલ હતો.
પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રોહિત, મંત્રી મોહસિનભાઈ આઇ મન્સૂરી, સહમંત્રી મહેશભાઈ કે રાઠવા, ખજાનચી કમલસિંહ એમ મહારાઉલ, લાઈબ્રેરીયન આશાબેન ડી ઠક્કર, સહિતના ઉમેદવાર બિનહરિફ વિજેતા થયા હતાં. ખૂબ શાંતિના માહોલમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મંત્રી તરીકે બે ઉમેદવારો મેદાનમાં હતા જેમાં કુલ ૮૭ નું વોટીંગ થયું હતું જેમાં એડવોકેટ મોસીન મનસુરી ને ૬૪ વોટ મળ્યા હતા અને ઈબ્રાહીમ ખત્રીને ૨૦ વોટ મળ્યા હતા અને ત્રણ વોટ રદ થયા હતા જેમાં એડવોકેટ મોસીન મનસુરીની ભવ્ય જીત થઈ હતી. સમગ્ર ચૂંટણીનું સંચાલન ચુંટણી અધિકારી અરવિંદભાઈ ઝેડ રોહિત અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટ સફળતા પૂર્વક સંચાલન કર્યું હતું અને ખુબ સારી કામગીરી બદલ બાર એસોસિયેશન પણ એમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે વકીલોમાં ખુશી જોવા મળી હતી એકબીજાને ગુલાબના ફૂલના હાર પહેરાવીને જીતેલા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા.