Gujarat
લથડિયા ખાતુ ગુજરાત: ઘંટીયાડ સસ્તા અનાજની દુકાનમાંથી ૬૦ થી વધુ શંકાસ્પદ દવાના બોક્સ મળ્યા
(અવધ એક્સપ્રેસ દ્વારા)
સાવલી તાલુકાના ઘંટીયાળ ગામેથી 64 નંગ વિવિધ દવાઓના બોક્સ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સાવલી પોલીસે હાલ આ દવાનો જથ્થો સીઝ કરીને કંપનીની હેડ ઓફિસેથી અધિકૃત ઈસમ ને બોલાવીને દવાની ખરાઈ કરવાની અને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ઘંટીયાડ ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ૬૦ થી વધુ શંકાસ્પદ દવાના જથ્થાનો બોક્સ સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળ્યા પ્રમાણે સમલાયા રોડ પર આવેલી એમીકો નામની દવા બનાવતી કંપની નો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે ઘંટિયાળ ગામના મહેન્દ્રસિંહ ઉદેસિંહ ચૌહાણ ની સસ્તા અનાજની દુકાનમાંથી આ શંકાસ્પદ દવાના બોક્સ મળી આવ્યા છે ત્યારે દવાના આ બોક્સ કંપનીના ગોડાઉનના બદલે ગામડામાં શા માટે છુપાવ્યા હશે ?? કે કેમ મુક્યા છે??
તેવી ચર્ચા એ જોર પકડ્યું છે જ્યારે મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાં બે દિવસ અગાઉ ઓડિટ હતું અને આ દવાનો જથ્થો ઉત્પાદન કરી શકાય કે વેચી શકાય તેમ ન હોવાથી ઓડીટરોની નજરથી બચવા માટે છુપાવ્યો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે સાવલી પીએસઆઇ અનિરુદ્ધ કામડીયા ને માહિતી મળતા સમગ્ર દવાના જથ્થાના બોક્સને હાલ સીઝ કર્યા છે અને પંચકયાસ કરીને જાણવાજોગ તપાસ હાથ ધરી છે સાથે સાથે સંકળાયેલા સ્થિત કંપની નો સંપર્ક કરીને માલની ઓળખ કરાવી છે અને વધુ પૂછપરછ અને ખરાઈ કરવા માટે બોમ્બે હેડ ઓફિસથી જવાબદાર વ્યક્તિ ને બોલાવવામાં આવ્યો છે.
જોકે હાલ આ દવા ના જથ્થાની કિંમત કે ગુણવત્તા બાબતે કંઈ પણ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા સમગ્ર જથ્થાને સીલ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાવલી તાલુકામાં પ્રતિબંધિત દવાઓ અને જથ્થો પકડાયાના ભૂતકાળમાં ઘણા કિસ્સા બનેલા છે ત્યારે પોલીસ તે દિશામાં સઘન તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી છે સાથે સાથે કંપની એ પોતે ઉત્પાદન કરેલ દવા ખાનગી ઈસમ ના ઘરે કેમ મૂકી અને પોતાના ગોડાઉનમાં કે કંપનીમાં કેમ ના રાખી ?? તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે