Panchmahal
રાજગઢ બેસણા ફરિયામાં દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવતા ખેડૂતોમાં હાશકારો
(નદીમ બ્લોચ દ્વારા અવધ એક્સપ્રેસ)
ઘોઘંબા તાલુકાના રાજગઢ બેસણા ફળીયા માં આવેલ ખેતરમાં દીપડાએ કૂતરાનું મારણ કરતા ખેડૂતો 10 દિવસથી દહેશત માં હતા.
જેની જાણ રાજગઢ વન વિભાગને થતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરલા બહેન કટારા તથા વન વિભાગની ટીમ દ્વારા આજરોજ દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું. પાંજરામાં દીપડાને ફસાવવા માટે બકરીનુ મારણ મૂકવામાં આવ્યુ હતુ વન વિભાગે પાંજરૂ ગોઠવતા આ વિસ્તારના ખેડૂતોમાં રાહત ની લાગણી છવાઈ હતી
પાન-1 ફોટો-1