Connect with us

Gujarat

હાલ ના જમાના માં હાસ્ય અત્યંત જરૂરી

Published

on

Laughter is very necessary in today's times

(સુરેન્દ્ર શાહ દ્વારા)

વિશ્વ હાસ્ય દિવસ પ્રતિ વર્ષે સાત મે ના રોજ ઉજવવામાં આવે છે આજના ભારેખમ જમાનામાં અને સ્વાર્થથી ભરેલા આ દિવસોમાં લોકો હાસ્યને ભૂલી ગયા છે દરેક વ્યક્તિ મોંઘવારીના આ જમાનામાં સતત ચિંતાગ્રસ્ત રહે છે કારણ જીવન જરૂરી તમામ વસ્તુઓના ભાવ આસમાને છે ટૂંકી આવકમાં સમાજના વ્યવહારો સાચવવાનો ભાર તથા સંતાનના ભણતર ની ચિંતા અને ટૂંકી આવકમાં ઘર ચલાવવાની ચિંતામાં આજનો માણસ હાસ્ય વગરનો થઈ ગયો છે માનવના જીવનમાં હાસ્ય કેટલું જરૂરી છે તે મેરા નામ જોકરમાં રાજકુમારે પોતાના ગીતમાં દર્શાવ્યું હતું કિસી કી મુસ્કુરાહ તો પે હો નિશા ર કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં એતબાર જીના ઇસી કા નામ હૈ આ ગીતની પંક્તિઓ માણસને જીવનમાં ઘણું બધું શીખી જાય છે હસવું અને હસાવવું એ જીવનનો એક ભાગ છે.

Advertisement

Laughter is very necessary in today's times

હાસ્ય પરિવાર માટે પોતાના માટે દેશ માટે અને સમાજ માટે અત્યંત આવશ્યક છે માટે ડાયરો કરનાર અને લોકવાર્તાઓ માં માહિર એવા ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહીર ઘણી વખત તેમના ડાયરામાં સ્ટેજ પરથી લાખો લોકોની વચ્ચે જણાવ્યું છે કે પાડોશી મિત્ર અને વેવાઈ જો હાસ્ય વગરના હોય અને ઉતરેલા મોઢા ના હોય તો તેઓ સાથે એક સંબંધ રાખતા નહીં જીવનમાં હસી મજાક જરૂરી છે હસજો અને હસાવજો નું નિયમ બનાવી જીવનને નવું રૂપ અને રંગ આપવાનો પ્રયાસ કરજો તેના માટે સાત મે તારીખ નક્કી કરવામાં આવી છે હાસ્યનો સફળ ચહેરો તમારું 50% કામ કોઈ પણ જાતની રજૂઆત વગર પૂર્ણ કરવા માટે સક્ષમ છે આ શબ્દોને જીવનના શબ્દકોશમાં ગોત્ખી રાખજો અને હાસ્ય સાથે ઉઠજો, હાસ્ય સાથે દિવસ પસાર કરજો અને રાત્રિના હાસ્ય સાથે પ્રભુના ચરણોમાં વંદન કરી શાંતિથી રાત્રી પસાર કરશો એવી અભ્યર્થના
* આજના શિક્ષિત સમાજ માં અટ્ટા હાસ્ય ને અસભ્ય ગણવામાં આવેછે
* કિસી કી મુસ્કુરાહ તો પે હો નિશા ર કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં એતબાર જીના ઇસી કા નામ હૈ

Advertisement
error: Content is protected !!