Uncategorized
સન ફાર્મા દ્વારા નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર અને WATER ATM નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
(અવધ એક્સપ્રેસ,હાલોલ)
સનફાર્મા હાલોલ દ્વારા અભેટવા ગામ ખાતે આજરોજ નવીન આંગણવાડી કેન્દ્ર WATER ATM અને તાલુકા પંચાયત કચેરી હાલોલ ખાતે WATER ATM નો ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સન ફાર્મા હાલોલ દ્વારા અભેટવા ગામના નાના ભૂલકાઓને યોગ્ય શિક્ષણ અને વાતાવરણ મળી રહે તે હેતુથી નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવ્યું હતું તથા અભેટવા અને હાલોલ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી નજીવા દરે મળી રહે તે હેતુથી વોટર એટીએમનું બાંધકામ કરવામાં આવ્યું હતું જેનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં સન ફાર્મા હાલોલના પ્રતિકભાઇ પંડ્યા, સીએસઆર વિભાગ, અન્ય મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.