Panchmahal
ચોરી ના ગુના માં 11 વર્ષ થી નાસ્તો ફરતો આરોપી LCB એ ઝડપી પાડ્યો

હાલોલ ટાઉન પોલીસ મથકનાં ઘરફોડ ચોરીનાં ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી હાલોલ ટાઉન પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લા એલસીબી શાખા ગોધરાની પોલિસ ટીમના પીઆઈ.એન. એલ.દેસાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથકનાં ઘરફોડ ચોરીનાં ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષ થી નાસતો ફરતો વોન્ટેડ આરોપી સુખરામભાઈ નરસિંગભાઈ પરમાર રહે.કાલીયાવાડ પટેલ ફળિયું,તા.ધાનપુર,જી.દાહોદ નાઓ હાલમાં ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામે મજૂરી કામ કરતો હોવાની ખાનગી રાહે બાતમી મળતા પોલીસે ચોક્કસ બાતમી નાં આધારે અડાલજ ગામે બાતમી વાળી જગ્યાએ છાપો મારી આરોપી સુખરામભાઈ નરસિંગભાઈ પરમારને ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.