Chhota Udepur
ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઠો આરોપી LCB એ દબોચ્યો
પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”
પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા આરોપીઓને પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા માટે તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના આપી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુંસંધાને વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ
જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ઝોઝ, કવાંટ પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી દિલીપભાઇ ઇડુભાઇ ડાવર રહે. ડુંગરગામ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો રંગપુર ગામે એસ.બી.આઇ. બેન્ક સામે ઉભેલ હોય જે હકીકત આધારે પો.સ.ઇ. આર.એસ.ડામોર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા રંગપુર ગામેથી બાતમી મુજબના વર્ણન વાળા આરોપી દિલીપભાઇ ઇડુભાઇ ડાવર ઉ.વ.૨૩ રહે. ડુંગરગામ મહુડી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.