Chhota Udepur

બોડેલી તાલુકા પંચાયતના વિરોધ પક્ષ ના નેતાએ નવિન તાલુકા પંચાયત બનાવવા માટેની તમામ પ્રક્રિયા રદ કરવા ખુલ્લો પત્ર લખ્યો

Published

on

મોજે બોડેલી બ્લોક સર્વેનં-૧૩૧ જેનું ક્ષેત્રફળ ૪૦૪૭ ચો.મી વાળી જગ્યા બોડેલી નવિન તાલુકા પંચાયત બનાવવા માટે પર્યાપ્ત ના હોય બોડેલી નવિન તાલુકા પંચાયત બનાવવા માટેની તમામ પ્રક્રિયા રદ કરી અન્ય વિશાળ જગ્યા પર બોડેલી નવિન તાલુકા પંચાયત બનાવવા બાબત

 

Advertisement

માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબના શબ્દોની સાથે. સૌનો સાથ… સૌનો વિકાસ…સૌનો વિશ્વાસ… આપણું ગુજરાત

આદર્ણીય મહોદય સાહેબશ્રીઓને પ્રજાનાં પ્રતિનિધી તરીકે વિનંતી છે કે, હું ઉચાપાન મત વિસ્તારનાં અંદર બોડેલી તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે ચૂટાયેલ પ્રતિનિધી છું અને મારી પ્રતિનિધીની નૈતિક જવાબદારી પ્રજાનાં હિતમાં વિચારણાં કરી કાયદેસર નો તમામ લાભ અને અધિકાર અપાવવાનો છે અને તેઓના પ્રશ્નો સરકારશ્રીમાં મુકવાની મારી નૈતિક જવાબદારી બનતી હોય જેથી આપ સાહેબશ્રીઓને પ્રજાના હિતમાં વિચારણાં કર્યા બાદ હાલનો પત્ર લખવાની જરૂર પડેલી છે. બોડેલી છોટાઉદેપુર જિલ્લાનું મહત્વનું સ્થળ કહેવાતું બોડેલી તાલુકો હોય જે બોડેલી તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓ અને જાહેર જનતાના સવાલો લઈને તાલુકા પંચાયતમાં બોડેલી સેવાસદન ખાતે પબ્લીકની અવર જવર કરતી રહે છે બોડેલી તાલુકો.૬૫૨.૬૬KM2.ક્ષેત્રફળ ધરાવતો વિશાળ તાલુકો હોય અને બોડેલી તાલુકો આવેલા ગામોની સંખ્યા કુલ-૧૫૪ અને ૮૧ પંચાયતો આવેલ છે તેમજ કુલ ૨,૦૦,૦૦૦ ની ઉપર વસ્તી આવેલી હોય તેમજ ઉચાપાન તાલુકા પંચાયત સીટ ઉપરથી ચૂટાયેલો સભ્ય હોય અને હું તાલુકા પંચાયતનો વિરોધ પ્રક્ષના નેતા તરીકે આપ સાહેબને વિનંતી કરૂ છું કે, હાલમાં મોજે બોડેલી બ્લોક સર્વે નં-૧૩૧ જેનું ક્ષેત્રફળ ૪૦૪૭ ચો.મી જગ્યામાં નવિન તાલુકા પંચાયત બનાવવા માટે જગ્યા ફાળવેલી હોય જે જગ્યા નવિન ન્યાય મંદિર કોર્ટની બહાર આવેલી હોય અને તે જગ્યા નવિન તાલુકા પંચાયત માટે પર્યાપ્ત જગ્યા ના હોય કારણ કે બોડેલી તાલુકામાં આવતી

Advertisement

જિલ્લા પંચાયતોની સીટોની સંખ્યા ૦૬ છે અને બોડેલી તાલુકા પંચાયતની સીટોની સંખ્યા ૨૬ છે તેમજ

સરપંચો-ગ્રામ પંચાયતોની સંખ્યા ૮૧ જેટલી મોટી સંખ્યા હોય તેમજ એટલીજ મોટી સંખ્યા માં

Advertisement

તલાટીશ્રીઓ હોય અને આ ગ્રામ પંચાયતોનાં વિશાળ પ્રમાણમાં પંચાયતના સભ્યશ્રીઓ હોય નવિન

તાલુકા પંચાયતની જગ્યા માં આ પદાઅધિકારીઓ તેમજ લાભાર્થીઓની સંખ્યા પણ જોતા સદર જગ્યા

Advertisement

અપર્યાપ્ત હોય અને જગ્યા ઓછી હોય અને આ તમામ લાભાર્થીઓ તેમજ અધિકારીશ્રીઓ તેમજ તાલુકા

પંચાયતની વિવિધ બ્રાંચો તેમજ તેનો સ્ટાફ તેમજ તાલુકા પંચાયતનાં ચૂટાયેલા પ્રતિનિધીઓ તેમજ જિલ્લા

Advertisement

પંચાયતનાં પ્રતિનિધીઓ તેમજ માનનીય ધારાસભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ અવર જવર કરે તો આ

જગ્યાનાં અંદર પાર્કીંગ કરવાની કોઈ વ્યવસ્થા ન હોય અને પબ્લીકને પુરતી સુવિધાઓ મળી શકે તેમ નહોય અને બિલ્ડીંગની જગ્યા નાની હોવાનાં કારણે ગેવટીંગ ટ્રાફીક હોવાના પ્રશ્નો ગંભીર ઉભા થાય તેમ છે જેથી હાલમાં તાલુકા પંચાયત સેવાસદનમાં હાલ કાર્યરત છે અને તેમા ખુબ વિશાળ પાર્કીંગ હોય અને ત્યા ખુબ વિશાળ જગ્યા હોય અને તેમજ તાલુકા પંચાયત બની શકે તેવી અલગથી જગ્યા હોય અને હમણા પણ તાલુકા પંચાયત સેવાસદનમાં ચાલતી હોય અને આ સાથે લાભાર્થીઓને એકજ જગ્યા પર મામલતદારશ્રીની કચેરી,નાયબ કલેકટરશ્રીની કચેરી આવેલી હોય જેથી લાભાર્થીઓને એકજ જગ્યા પરથી કામ થઈ શકે તેમ છે અને લાભાર્થીઓને શ્રમ, સમય, નાણાં નો બચાવ થઈ શકે તેમ છે તેમજ તાલુકા સેવાસદનમાં જ તાલુકા પંચાયત રાખવામાં આવેતો સરકારશ્રીનો કરોડોનો ખર્ચ બચી શકે છે અને તે રૂપિયા ગરીબ જનતા અને સામાન્ય પબ્લીક માટે વાપરી શકાય તેમ છે તેમજ તાલુકા પંચાયત ફાળવવામાં આવેલી છે તે જગ્યા મેઇન હાઈવે રોડ પ૬ ક્રોસ કરી ને નર્મદા કેનાલનાં મુખ્ય લગોલગ આવેલી હોય અને લાભાર્થી માટે આધારકાર્ડ, રેશનકાર્ડ, ૭/૧૨-૮/અ, જમીનોને લગતા તેમજ ઘણા બધા કામો એકજ જગ્યા પર થઈ શકે તેમજ મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી ને લગતા કામો એક સાથે થતા હોય અને લાભાર્થીઓ નાના બાળકો લઈને આવતા હોય અને આ મુખ્ય હાઈવે રોડ ક્રોસ કરતા દરમ્યાન ગંભીર પ્રકારના અકસ્માતથી લાભાર્થીનું જાનનું જોખમ રહેલું હોય જેથી આ તમામ ભવિષ્યનાં મુદ્દાઓની ચિંતા કરી આપ સાહેબને હાલનો વિનંતી પત્ર લખેલ છે.

Advertisement

અને મારી માંગણી છે કે સદર તાલુકા પંચાયત ની બાંધકામની પરવાનગી આપવામાં આવશે તો આવનારા સમયમાં પ્રજાકિય મુશ્કેલીઓ વધી જશે અને પ્રજાને ગંભીર નુકશાન પણ થઈ શકે તેવી સંભાવના હોય જેથી આ બોડેલી તાલુકા પંચાયતની નવિન બિલ્ડીંગ બાંધકામની મંજુરી તાત્કાલીક સ્થગીત કરવા માટે મારી વિનંતી છે અથવા તાલુકા સેવાસદનમાં તાલુકા પંચાયત રાખવામાં આવે તો અમારી આદિવાસી ટ્રાઈબલ લોકોને તમામ પ્રકારની સુખ સુવિધા અને જાનનું રક્ષણ મળે તેવી વિનંતી છે. અથવા અન્ય બીજી વિશાળ જગ્યાએ તાલુકા પંચાયતની જગ્યા ફાળવવામાં આવે જે વિનંતિને ધ્યાને રાખી મોજે બોડેલી બ્લોક સર્વેનં-૧૩૧ જેનું ક્ષેત્રફળ ૪૦૪૭ ચો.મી વાળી જગ્યા બોડેલી નવિન તાલુકા પંચાયત બનાવવા માટે પર્યાપ્ત ના હોય જેથી બોડેલી નવિન તાલુકા

 

Advertisement

પંચાયત બનાવવા માટેની તમામ પ્રક્રિયા રદ કરવાની કાર્યવાહી જાહેર જનતાના હિતમાં કરવા વિનંતી છે.

Advertisement

Trending

Exit mobile version