Tech
અન્ય કોઈ તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે કે નહીં, જાણો કેવી રીતે ચેક કરવું

જો તમે પણ ગૂગલનો ઉપયોગ કરો છો અને જીમેલ એકાઉન્ટ ધરાવો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. હેકર્સ એટલા હોંશિયાર થઈ ગયા છે કે તેઓ તમારું Gmail વાપરતા રહેશે અને તમને ખબર પણ નહીં પડે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાયબર ચોરોએ લોકોના ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી લીધો છે અને યુઝર્સને તેની જાણ પણ નથી. આજે અમે તમને એક એવી પદ્ધતિ જણાવીશું, જેની મદદથી તમે જાણી શકશો કે કોઈ અન્ય વ્યક્તિ તમારું Gmail નો ઉપયોગ તો નથી કરી રહી. આવો જાણીએ…
સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનના સેટિંગમાં જાઓ
તમારા Google એકાઉન્ટની સુરક્ષા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરવાની ખાતરી કરો.
તે પછી નીચે સ્ક્રોલ કરો અને ગૂગલ દેખાશે
હવે તમારું Google એકાઉન્ટ મેનેજ કરો પર ક્લિક કરો
હવે સિક્યોરિટીના ઓપ્શન પર ક્લિક કરો.
હવે Your devices ના વિકલ્પ પર ક્લિક કરો.
પછી મેનેજ ઓલ ડિવાઈસ પર ક્લિક કરો.
અહીં તમે તે બધા ઉપકરણોની સૂચિ જોશો.
જે પણ ફોન અથવા લેપટોપ તમારું નથી, તેને કાઢી નાખો અને સાઇન આઉટ કરો.