Mahisagar
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભિલેખાગાર અને ઇતિહાસ પર વ્યાખ્યાન પ્રદર્શન કાર્યક્ર્મ

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંતરામપુરના ઇતિહાસ વિભાગ તેમજ કુસુમબેન ડામોર MSW કોલેજ સંતરામપુર દ્વારા અભિલેખાગાર અને ઇતિહાસ પર વ્યાખ્યાન પ્રદર્શન કાર્યક્ર્મ યોજાયો હતો
મહીસાગર જિલ્લા ના સંતરામપૂર ખાતે આજરોજ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય દફતર ભંડાર કચેરી ગાંધીનગરના નિવૃત નિયામક જીતેન્દ્રભાઈ વી શાહના સહકારથી કોલેજમાં વ્યાખ્યાન અને ઐતિહાસીક દસ્તાવેજોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાહે ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓને અભિલેખાગાર અને ઇતિહાસ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં તેમણે સંશોધન કાર્યમાં અભિલેખાગારના મહત્વ વિશે તેમજ દસ્તાવેજોના મહત્વ વિશે માહિતી આપી . ઇતિહાસના સંશોધન કાર્યમાં અભિલેખાગાર શોધાર્થીને કઈ રીતે ઉપયોગી થઈ શકે , તે અંગે સુંદર માર્ગદર્શન આપી.
પોતાના અંગત દફતર કલેક્શન દ્વારા જુના રાજા રજવાડાના સમયના રાજ ચિન્હો , રાજ આજ્ઞાઓ, રાજાઓના પત્ર વ્યવહાર તેમજ સ્વતંત્ર ચળવળ દરમિયાનના મહાત્મા ગાંધીજીના પત્ર વ્યવહાર, જૂની ટપાલ ટિકિટો તેમજ સ્ટેમ્પ ટીકીટો , રાજા રવિ વર્માના દુર્લભ ચિત્રોની ફોટો કોપી ,દસ્તાવેજો , સમાચાર પત્રો , સામયિકો, સન્માન પત્રો રાજાશાહી યુગના વિવિધ રાજાઓના રાજ ગેજેટ્સ વગેરે પ્રદર્શનમાં મુખ્ય હતા.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વ્યાખ્યાન તેમજ પ્રદર્શનનો લાભ લીધો હતો.આ પ્રદર્શનનું ઉદઘાટન મહીસાગર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથ સિંહ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડૉ. અભય પરમાર, કોલેજ સ્ટાફ તેમજ MSW કોલેજ સ્ટાફ અને ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)