Panchmahal

નોંધણી વીના મુસાફરો ને પાછલા બારણે પ્રવેશ આપતા ગણેશ ગેસ્ટ હાઉસ ના સંચાલક સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ

Published

on

યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ગેસ્ટ હાઉસ અને હોટલોમાં ગોધરા એસઓજી દ્વારા સઘન ચેકીંગ હાથ ધરતા એક ગેસ્ટ હાઉસનાં સંચાલકે સોફ્ટેરમાં મુસાફરોની એન્ટ્રી નહિ કરી જાહેર નામાંનો ભગ કરવા બદલ કાયદેરસરની કાર્યવાહી હાથ ધરતાં પાવાગઢની તળેટીમાં આવેલ ગેસ્ટ હાઉસ તેમજ હોટલનાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકનાં સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોધરા એસઓજીની ટીમે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ તમામ હોટલો તથા ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં પથીક સોફ્ટેરનો નિયમિત રીતે ઉપયોગ રોકાણ કરનારની તે સોફ્ટેરમાં એન્ટ્રી કરવામાં આવી છે કે કેમ એ બાબતનું ચેકીંગ કરતા પાવાગઢમાં આવેલ ગણેશ ગેસ્ટ હાઉસમાં મુસાફરોની વિગત દર્શાવતા રજિસ્ટરમાં કરેલી એન્ટ્રી નો તે સોફ્ટેરમાં એન્ટ્રી કરવામાં આવી ન હતી. જેને લઈ ગેસ્ટ હાઉસનાં સંચાલકે જાહેર નામાંનો ભગ કર્યો હોવાથી ગોધરા એસઓજી પોલીસે ગેસ્ટ હાઉસનાં સંચાલક સામે પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version