Panchmahal
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દ્વારા ન્યુઈરા હાઇસ્કુલ ખાતે “POCSO” વિષય પર કાનૂની શિક્ષણ શિબિર
પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગોધરા દ્વારા ન્યુઈરા હાઇસ્કુલ ખાતે “POCSO” વિષય પર કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરનું નેતૃત્વ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.સી.જાની દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોએ POCSO એક્ટ અંગે મહત્વની સમજણ વિદ્યાર્થીઓને આપી હતી.આ તકે ન્યુઈરા હાઇસ્કુલના ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના કુલ ૨૫૦ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને શિબિરનો લાભ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.
આજની આ શિબિરમાં પી.એસ.ચૌહાણ, નાયબ કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર,ગોધરા, વી.એમ.ઠાકોર, મદદનીશ કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર, એચ.એમ.દુબે, પેનલ એડવોકેટ,જિલ્લા કોર્ટ,ગોધરા અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ,ગોધરાના પેનલ એડવોકેટ હાજર રહ્યા હતા.સબ ઈન્સ્પેક્ટર આર.આર.બંસલ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એચ.કરેના તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.