Panchmahal
રણજીત નગરમાં દીપડાનો ધોળે દિવસે મહિલા ઉપર હુમલો
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકાના રણજીતનગર પાછળ પીપળા ફળિયા નજીક આવેલા ખેતરમાં મકાન બનાવી રહેતી મંગીબેન અમરસિંહ રાઠવા ઉપર પાંચ વાગ્યાના અરસામાં દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા તાત્કાલિક સારવાર માટે ઘોઘંબા ખાતે લાવવામાં આવ્યા હતા રણજીત નગરના પીપળા ફળિયામાં આવેલ ખેતરમાં ઘર બનાવી મંગીબેન તેમજ તેમનો પરિવાર વસવાટ કરે છે
આજ રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં મંગીબેન પોતાના ઘર પાસે પશુ માટે ઘાસ કાપી રહ્યા હતા તે દરમિયાન એક દીપડાએ પાછળથી આવી મંગીબેન ઉપર હુમલો કરી માથા તથા શરીરના ભાગે ઇજા પહોંચાડી હતી. અચાક દીપડાએ હુમલો કરતા મહિલાએ બુમરાણ બચાવતા તેમના પતિ તથા અન્ય ઘરના સભ્યોએ આવી બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો હતો.
હુમલામાં ઇજા પામેલ મહિલાને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પીપળાફ ળિયા પાસે આવેલ કોતરમાં દીપડો પોતાના બે બચ્ચા સાથે વસવાટ કરે છે અગાઉ પણ સ્થાનિકોએ કોતરમાં દીપડાને બચ્ચા સાથે જોયો હોવાનું ગ્રામજનો એ જણાવ્યું હતું માનવ લોહી ચાખી ગયેલો દીપડો હવે અન્ય લોકો ઉપર હુમલો કરશે તેવી દહેશત ગ્રામજનોમાં છવાઈ ગઈ છે જેથી રાજગઢ રેન્જ ફોરેસ્ટ દ્વારા દિપડા તથા બચ્ચાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે