Uncategorized
કુણીના દરગાહ વિસ્તારમા દિપડાએ દેખા દીધી, વનવિભાગ દિશાવિહીન દીપડો પાંજરે પુરાતો નથી
(પ્રતિનિધિ રિજવાન દરિયાઈ ખેડા:ગળતેશ્વર)
ગળતેશ્વર તાલુકામાં કુણીના દરગાહ વિસ્તારમાં દીપડાએ ફરીથી દેખા દીધા છે દીપડો આ વિસ્તારમાં ફરતો દેખાતો ફરી એકવાર cctv માં કેદ થયો છે જેના કારણે ગામડાના લોકો વધારે ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ત્યારે આ દીપડો ક્યારે પકડાશે તે લોકો રાહ જોઈને બેઠા છે.
થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં દીપડાએ છેલ્લા 10 દિવસથી હાહાકાર મચાવ્યો છે આ વિસ્તારમા અનેક જગ્યાએ દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્રારા પાંજરા તો મુકાયા છે પરંતુ દીપડો વન વિભાગ સાથે સંતાકૂકડી રમતો હોય એમ પાંજરે પૂરાતો નથી જેના કારણે વન વિભાગની કસરત વધી ગઈ છે. વન વિભાગ માત્ર પાંજરા મૂકી અને સંતોષ માની રહ્યા છે ત્યારે ગળતેશ્વર તાલુકાના દોલતપુરા તથા ટેકરા ના મુવાડા એમ બે ગામોમાં દીપડાયો પશુનું મરણ પણ કર્યું છે જેને લઇ ગામડાના લોકો ભયભીત બન્યા છે
છેલ્લા દસ દિવસથી ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે તથા કુણી ટેકરાના મુવાડા વાળીનાથ સાંગોલ ડબ્લ્યુ ટીપીએસ કોલોની પીપળીયા તથા દોલતપુરા જેવા નદી નદી કિનારાના ગામોના લોકો ખેતરોમાં જતા પણ ડરનો અનુભવ કર્યા છે સાથે સાથે પોતાના પશુઓને પણ સાચવવાની ચિંતામથી ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે વન વિભાગ વધુ સક્રિયતાથી વધુ પાંજરા મૂકી વહેલામાં વહેલા તકે દીપડાને પકડે અને લોકોને ભય માંથી છોડાવે તે હવે જરૂરી બન્યું છે.