Gujarat
દીપડાનો અને જાફરાબાદના નવી જીકાદરી ગામમાં બાળક પર સિંહનો હુમલો
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણી દ્વારા હુમલા કરવાની બે ઘટના સામે આવી છે. વડીયાના ઢુંઢીયા પીપળીયા ગામમાં ખેડૂત ખેતરમાં પાણી વાળતા સમયે દીપડાએ હુમલો કર્યો છે. વહેલી સવારે અહીં ખેડૂત વાડી વિસ્તારના પાણી વાળતો હતો અને અચાનક દીપડો પાછળથી આવી ગળા ઉપર અને પીઠ પાછળ હુમલો કરતા દેકારો મચ્યો હતો. જોકે ખેડૂત એ થોડીવાર હિંમત રાખી સામનો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જેના કારણે દીપડો નાશી છૂટ્યો હતો. જ્યારે આ ઘટના બાદ વનવિભાગની ટીમ પણ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત નિલેશભાઈ ડાયાભાઈ ગજેરાને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપી છે હાલ વનવિભાગ દ્વારા દીપડાનું સ્કેનિંગ કરી લોકેશન મેળવી રહ્યા છે અને દીપડાને પાંજરે પુરવા માટેની કાર્યવાહી હાથધરી છે.
મોડી રાતે દીપડો પાંજરે પુરાય તે માટે વનવિભાગ પાંજરા મૂકી કાર્યવાહી કરશે. આ ઘટનાથી આસપાસના ખેડૂતોમાં દીપડાને હુમલાની ઘટનાને લઈ ભયનો માહોલ પણ ઉભો થયો છે. જાફરાબાદ તાલુકામાં આવેલ નવી જીકાદરી ગામની સીમમાં દેવભૂમિ દ્વારકાના માલધારી પરિવાર રહે છે. પોતાના ઘેટા બકરા માલઢોર રાખી રહ્યા છે. અગાઉ અહીં સિંહ દ્વારા 1 ઘેટાનો શિકાર કર્યો હતો. ત્યારબાદ વનવિભાગ દ્વારા તકેદારી રાખવા માટે સૂચના પણ આપી હતી. ફરી મોડી રાતે અહીં સિહં પશુનો શિકાર કરવા આવતા અહીં સુકાભાઈ કરશનભાઇ નાગેશ ઉંમર 16 વર્ષના બાળકોનો ભેટો થતા સિંહ દ્વારા સામાન્ય નખ મારી હુમલો કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને વનવિભાગની ટીમ દોડી ગઈ અને ખુલ્લામાં રહેતા માલધારી પરિવારને દૂર ખસેડવા માટે સમજાવટનો પ્રયાસ કરી રહ્યા છે.