Gujarat
નાલંદા વિદ્યાલય ઘોઘંબામાં બાળ સાંસદની ચૂંટણીમાં લોકશાહીના પાઠ શીખવાડયા
ઘોઘંબા તાલુકાની નાલંદા વિદ્યાલયમાં બાળ સાંસદ ચૂંટણી યોજાવામાં આવી હતી. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. અને ચૂંટણી તેનો પાયો છે. તે બાબત બાળકોને સમજણ પુરી પાડવા ચૂંટણી પ્રક્રિયાના પાઠ પત્યક્ષ રૂપે ઈ.વી.એમ.મશીન ઉપયોગ મત અધિકારની ગોપનિયતા, પત્રકારો, સ્વય સેવક, પ્રીશાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, સુરક્ષા કર્મીઓની ભૂમિકા અદા કરી હતી તેમજ હાર જીતનો અનુભવ શીખવીયો હતો.
બાળ સાંસદ ચૂંટણીમાં 1થી 9 અંગ્રેજી અને 1થી 12 ગુજરાતી મીડીયમ ભણતા વિધાર્થીઓ જી.એસ. તથા એલ.જી. તથા મોનિટરમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી પ્રકિયા માં જાહેરનામું બાર પાડવામાં આવ્યુ હતું જેમાં ફ્રોમ ભરવુ, પાછુ ખેંચવું અને ચકાસવું વગેરે ચૂંટણી નિયમ થી કરવામાં આવ્યુ,ચૂંટણી ના પરિણામ દિવસે ગામ ના સરપંચ નિલેશ ભાઈ વરીયા, અસ્વીનભાઈ, ધવલ ભાઈ, પ્રકાશ ભાઈ મનુભાઈ, નિવૃત આર્મીમેન માસુમ ભાઈ જેવા મેહમાન ની ઉપસ્તીથીમાં પરિણામ જાહેરાત કરવામાં આવી.જેમાં અંગ્રેજ મીડીયમ જી. એસ પરમાર કુણાલ તેમજ એલ. જી. માં રાઠોડ હેતલ વિજય થયાં,ગુજરાતી મીડીયમ જી. એસ માં રાઠવા રાહુલ અને એલ જી માં જીલ બા વિજય થયાં. બધા મોનિટરો અને જી એસ. એલ જી ને સપથ લેવડાવી જવાબદારી સોંપી હતી
આમ હારેલા અને જીતલા સૌ વિધાર્થીઓએ સાથે મળીને વિજય સરગસ નો આનંદ માણી મેહમાનો ગુરુજનોના આશીર્વાદ લીધા.હતા
નાલંદા વિધાયલા ગજેન્દ્દ સિંહ સોલંકી, કમલેશ બારીયા, સ્નેહલ બહેન અને પાયલ બહેનના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પર્વનુ સફળ આયોજન થયું હતું.
નાલંદા વિદ્યાલય ઘોઘંબામાં બાળ સાંસદની ચૂંટણીમાં લોકશાહીના પાઠ શીખવાડયા
સાચા અને સચોટ સમાચાર સાથે સ્થાનિક આપણી પોતાની ચેનલ ESTV NEWS ને સબસ્ક્રાઇબ કરો