Gujarat
મધ્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ભાજપની સરકાર બહેનોને એક હજાર રૂપિયા આપે એવી માંગ
- ભાજપ તેમના શાસિત રાજ્યોમાં એક સરખી યોજના લાગુ કરે, મધ્ય પ્રદેશમાં બહેનોને લાભ આપે છે તો ગુજરાતમાં પણ આપે: દિનેશ બારીઆ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી મહિલા સંગઠને એક મુદ્દો ઉઠાવ્યો છે જે આજ કાલ સોશિયલ મીડિયામાં “ભાજપ તું કંગાલ છે” ના લખાણ સાથે જોવા મળે છે. ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું છે તેમાં જણાવાયું છે કે, મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે અને આ સરકાર દ્વારા મધ્ય પ્રદેશની બહેનોને લાડલી દિકરી યોજના હેઠળ ૧૦૦૦/ એક હજાર રૂપિયા આપવાની જાહેરાત અને શરુઆત કરી છે ત્યારે મહિલા પ્રમુખ રેશ્મા પટેલે ગુજરાતની ભાજપ સરકાર પાસે માંગણી મુકી છે કે ગુજરાતમાં પણ બહેનોને ૧૦૦૦/ એક હજાર રૂપિયા આપવામાં આવે. ગુજરાતમાં પણ આપણી દિકરી છે. જો ગુજરાતની દિકરીઓને મદદ નથી કરી શકતા એટલે ” ભાજપ તું કંગાલ છે” એવું સૂત્ર આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલે આપ્યુ છે.
આ અભિયાન અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ મહિલાઓને ગુજરાત સરકાર ૧૦૦૦/ રુપિયા દર મહિને આપે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને પંચમહાલ જિલ્લા નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ સાથે પ્રદેશ,જિલ્લા, તાલુકાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, ખરેખર મહિલાઓ માટે ખુબ ઉપયોગી અને મહત્વની યોજના એ કેજરીવાલ સરકારની યોજના છે. દેશમાં મહિલાઓનું આર્થિક ધોરણ ઉંચુ લાવવા આ યોજના લાવવામાં આવી છે. આ યોજનાની ભાજપ સરકારે ચોરી કરી છે અને અમલમાં મુકી છે ત્યારે અમે આ યોજનાને સમર્થન કરીએ છીએ અને આવકારીએ છીએ પરંતુ જ્યારે ગુજરાતમાં કેજરીવાલ દ્વારા આ યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપ મફતની રેવડી કહીને યોજનાને તિરસ્કાર કરવામાં આવતી હતી. આજે આજ યોજના મધ્ય પ્રદેશમાં ભાજપની સરકારને લાવવી પડી. વધુમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કહ્યું હતું કે, ભાજપ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરે છે અને સમગ્ર દેશમાં એક સરખી રીતે લાગું પાડવાની વાત કરે છે ત્યારે ભાજપ સરકારને સવાલ કરું છું કે, સૌ પ્રથમ ભાજપ
શાસિત રાજ્યોમાં એક સરખી યોજનાઓ લાવો અને અમલ કરો. મધ્ય પ્રદેશમાં બહેનોને લાભ આપો છો તો ગુજરાતમાં પણ આપો. એક જ પાર્ટીની સરકાર હોવા છતાં બહેનો સાથે ભેદભાવ શા માટે? એવો સવાલ કર્યો હતો.
પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ આનંદીબેન બારીઆએ પણ ગુજરાતની બહેનોને સરકાર એક હજાર રૂપિયા દર મહિને આપે તેવી માંગ કરી હતી.
જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.