Panchmahal
લીમ્બચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો ઇનામ વિતરણ કાર્યક્રમ કાલોલ ખાતે યોજાયો

લીમ્બચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 25-12-2022 ના રોજ કાલોલ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયો. સમાજની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત કરેલા તેજસ્વી તારલાઓનું ટ્રોફી સન્માન પત્ર મેડલ અને લેપટોપ બેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજની અંદર વિશિષ્ટ વ્યક્તિઓનું પણ માતાજીનો ફોટો અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વય નિવૃત કર્મચારીઓનું પણ સાલ તેમજ માતાજીના ફોટા થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજની અંદર વિધવા મહિલાઓ આર્થિક રીતે પછાત છે તેઓને દર મહિને કરિયાણું આપવામાં આવે છે તેમજ વિધવા મહિલાઓને સાડી આપવામાં આવી હતી.
આ પ્રસંગે કલોલના ધારાસભ્ય ફતેસિહ ચૌહાણ પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારે હતી. તેમજ સમગ્ર ગુજરાતમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમોની શોભા વધારી હતી. આ પ્રસંગે સમગ્ર સમગ્ર લીમ્બચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટની કારોબારી ટીમ હાજર રહી સખત પરિશ્રમ કરી અને કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે લીમ્બચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પારેખે ઉપસ્થિત રહેનાર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો, તેમજ સમાજ માટે દાન આપનાર દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ તેઓની કારોબારી ટીમને પણ સખત પરિશ્રમ માટે બિરદાવી હતી. અને હર હંમેશ સહકાર આપવા માટેનું આહન કર્યું હતું.