Dahod
સાત વર્ષથી ગુમ મહિલાને શોધી કાઢતી લીમડી પોલીસ

પંકજ પંડિત દ્વારા
છેલ્લા સાત વર્ષથી લીમડી પોલિસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ થયેલ લીમડી પોલિસ સ્ટેશનના વિસ્તારની મહિલાને લીમડી પોલિસ સ્ટેશનની સી.ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. લીમડી પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એફ.ડામોર તેમજ લીમડી પોલીસની સી.ટીમ મા ફરજ નિભાવતા વુ.હે.કો હીનાબેન સોમાભાઇ , વુ.પો.કો રૂપલબેન હેમાભાઈ તેમજ વુ.પો.કો નીરુબેન મલાભાઇ એ હ્યૂમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી છેલ્લા સાત વર્ષથી જાણવા જોગના કામે ગુમ થયેલ મહિલાને શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરેલ છે.