Gujarat
આધાર-પાનકાર્ડને લિંક કરી દેજો, સોશિયલ મીડિયામાં ગુજ. હાઈકોર્ટના ચુકાદાને નામે થયેલા વાયરલ મેસેજની જાણો શું છે સચ્ચાઈ
આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે, ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે
આધાર-પાનકાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે સ્પસ્ટતા વાયરલ મેસેજ તદ્દન ખોટા હોવાનું ખુલાસો હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે આધાર-પાનકાર્ડને લિંક કરવા અંગે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. આધાર-પાનકાર્ડ લિંક અંગે વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો આધાર-પાનકાર્ડ લિંક અંગે હાઈકોર્ટના વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે. આધાર અને પાનકાર્ડ લિંક કરવા મામલે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી. આ ચુકાદાના આધારે કોઈ આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં તેમ વકીલે જણાવ્યું છે.
આ મેસેજ ખોટો છે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. આ ટાઈટલ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં તેમજ સુપ્રીમમાં ફેંસલો બાકી હોવાથી લાગુ ન કરી શકાય. પરંતું આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે. ફેક મેસેજમાં શુ લખેલુ છે ફેક મેસેજમાં લખેલું છે કે, હાઇકોર્ટના એડવોકેટ બંદીશ સોપારકરે 2017માં અરજી કરી હતી. તેમાં રજૂઆત કરાઇ હતી કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવામાં આવે તો તેના બાયોમેટ્રિક ડેટા લિંક થવાનો ભય રહે છે. અને પાનકાર્ડ ન જોડવાને લીધે પાનકાર્ડ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય તો અરજદાર પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકે નહીં. તેથી આધાર સાથે પાનકાર્ડ ફરજિયાત જોડવાનો આઇ.ટી વિભાગનો નિર્ણય ગેરબંધારણીય છે. અરજદાર દ્વારા તેમના આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં કરાતા તેમનું પાનકાર્ડ સસ્પેન્ડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજર મેથ્યુ સામે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડનો કેસ સુપ્રીમમાં પડતર છે તેના પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર આધાર સાથે પાનનો નિયમ ફરજિયાત કરી શકે નહીં. પરંતુ આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ફેક છે. બ્યુરો હેડ બસર ચિશ્તી ગુજરાત..