Panchmahal
હાલોલમાં સડી ગયેલા બટાકાની આડમાં દારૂની હેરાફેરી નો પર્દાફાસ

હાલોલ નવજીવન હોટલની પાર્કિંગમાં સડેલા બટાકા ભરેલી ટ્રકમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી હાલોલ માં ઘુસાડવાનો પર્દાફાસ પંચમહાલ એલ.સી.બી તથા એસ.ઓ.જી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 14 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તથા અન્ય બે આરોપી ઓને વોન્ટેડ જાહેર કરાયા હતા પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એલસીબી તથા એસોજીને પ્રોબિહિસનની હેરાફેરી રોકવા સૂચના આપવામાં આવી હતી તેના અનુસંધાને LCB તથા SOG ને બાતમી મળી હતી કે હાલોલ નવજીવન હોટલના પાર્કિંગમાં એક ટ્રક સડેલા બટાકાની ઓથમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂપાવી પાર્કિંગ કરેલ છે.
જે બાતમી ના આધારે એલસીબી તથા એસોજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટ્રકમાં તપાસ કરતા ક્વોટરીયા તથા નાની મોટી બોટલો મળી કુલ રૂપિયા 14,12,652 નો વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા 24,33,192 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ કર્મસિંહ જાટ, મહેન્દ્રસિંહ વાલ્મિકી, તથા મનોજકુમાર જાટની ધરપકડ કરી હતી તથા અન્ય બે આરોપી વિરેન્દ્રસિંગ તથા મહોબતસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા સડેલા બટાકાની આડમાં છુપાવેલો દારૂ હાલોલ ના કોટામેડા ગામના કુખ્યાત બુટલેગર મોહબ્બતસિંહ જસવંતસિંહ ચૌહાણને ત્યાં પહોંચાડવાનો હોવાની વિગત બહાર આવી હતી