Panchmahal

ગોકુળ કે કલરવ શાળા જન્માષ્ટમી ના કાર્યક્રમ માં કૃષ્ણ અવતરણના જીવંત દ્રશ્યો

Published

on

અવધ એક્સપ્રેસ દ્વારા)

હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં કે.જી વિભાગના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમીના ત્યોહારની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં કૃષ્ણ જન્મ બતાવતો કાનુડાનો સનેડો અને તેની અન્ય બાળ લીલાઓ જેવી કે માખણચોરી, મટકી ફોડ, ગોકુળમાં કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવતા ગોપ-ગોવાળો જેવા ગીતોની નૃત્ય દ્વારા રજૂઆત કરવામાં આવી.

Advertisement

આ પ્રસંગે શિક્ષકો અને ભૂલકાઓ ખૂબ જ આનંદવિભોર બન્યા. આ ભક્તિમય વાતાવરણમાં “નંદ ઘેર આનંદ ભયો” ના નાદ સાથે કલરવનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું .આ રીતે શાળામાં ભારતીય સંસ્કૃતિના વિવિધ તહેવારોની ઉજવણી કરી બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.

તેમજ બાળકને નાના વયથી જ ભારતીય સંસ્કૃતિ તેમજ વિવિધ ધર્મોના તહેવારોનું મહત્વ સમજે તેવા સંસ્કારો શાળા તરફથી આપવામાં આવે છે. આમ આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો.

Advertisement

Trending

Exit mobile version