Gujarat

જમીન માટે અમૃત સમાન જીવામૃત જીવામૃતથી કૃષિ પદ્ધતિ જે લાખો રૂપિયાના ખર્ચને બચાવેછે

Published

on

જમીન રૂપી યજ્ઞશાળાનો ખેડૂત યજમાન છે અને યજમાનના સ્વરૂપમાં ખેડૂત દરેક લોકોનું ભરણપોષણ કરે છે. જ્યારે આપણા વેદોમાં माता भूमिः पुत्रोऽहं पृथिव्याः। એવું કહેવાયું છે. અર્થાત ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આવી ગરિમાયુક્ત ધરતીમાતાની સાથે લોભ અને અજ્ઞાનતાના કારણે વધારે ઉત્પાદન લેવાની લાલચમાં માણસે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો આંખો બંધ કરીને બેફામ ઉપયોગ કર્યો અને ધરતી માતાને અનેક સમસ્યાઓથી ગ્રસ્ત કરી દીધી. જેથી ધરતીની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઘટી ગઈ છે.

હવે આ નષ્ટ થયેલી ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ…

Advertisement

જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જીવામૃત પદ્ધતિ એ અમૃત સમાન છે. જેમાં અળસિયા દસથી બાર દિવસની અંદર પોતાનું કામ શરૂ કરી દે છે. અને પોતાના જીવનકાળ દરમિયાન હજારો બચ્ચાંઓને જન્મ આપે છે અને અંતે છોડને ખાતર આપીને જાય છે. આપણે હજુ પણ સમજીશું નહીં, અને રાસાયણિક ખેતી કરતા રહીશું તો તેનું બીજ નષ્ટ થઈ જશે, પછી જમીનને બંજર થતા કોઈપણ રોકી શકશે નહીં. તેથી રાસાયણિક ખેતીના ઝેરને જીવામૃતના અમૃતથી નષ્ટ કરવું જરૂરી છે..!

જીવામૃત ખેતીની પ્રક્રિયા

Advertisement

જીવામૃત ખેતી માટે દેશી અળસિયા ખુબજ ઉપયોગી છે. દેશી અળસિયા એક છિદ્ર કરીને નીચે જાય છે, અને બીજું છિદ્ર કરીને ઉપર આવે છે, તેવી જ રીતે દર વખતે એક નવું છિદ્ર બનાવે છે. જેથી તે આઠ દસ ફૂટના ઊંડાણ સુધી છિદ્રો બનાવતા પોતાના શરીરના વર્મિવોશ દ્વારા છિદ્રને લીપે છે. જે છિદ્રો ઝડપથી પુરાઈ જતા નથી. તેમજ જમીનમાં રહેલા ખનીજને વિષ્ટાના રૂપમાં છોડના મૂળ પાસે આપે છે. તે પોષક તત્વોથી જમીનની ફળદ્રુપતા વધે છે. આવા છિદ્રો દ્વારા જમીનને ઓક્સિજન મળે છે. અને ખેતીમાં જૈવિક ગુણવત્તા વધે છે.

જીવામૃત પદ્ધતિમાં અળસિયા પોતાનો પરિવાર વધારશે. અને તે જમીનમાં લાખોની સંખ્યામાં કંઈપણ મજૂરી લીધા વગર દિવસ રાત કામ કરતા રહે છે. તેઓ બધી જ જમીનને નરમ બનાવી દે છે, તેમજ નીચેની જમીનને ઉલટાવી દે છે. આ ઉપરાંત ખનીજ તત્ત્વોને નીચેથી ઉપર લાવે છે અને વરસાદનું બધું જ પાણી આ છિદ્રો દ્વારા ધરતીના પેટમાં ચાલ્યું જાય છે. જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે કરોડો રૂપિયાના ખર્ચને બચાવે છે.

Advertisement

પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો નદીમાં પૂર આવવાની નોબત આવશે નહીં. કારણ કે, જમીનને યુરિયા અને ડી.એ.પી.એ પથ્થર બનાવી દીધી છે. તેથી વરસાદનું પાણી ઝડપથી વહીને નદી-નાળાઓમાં પૂરનું કારણ બને છે. પરંતુ જીવામૃત ખેતી અપનાવાથી જમીનમાં થયેલા છિદ્રોના કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરી જશે. જે પ્રાકૃતિક ખેતીની સફળતાનું એક સચોટ ઉદાહરણ છે. જેથી પ્રાકૃતિક કૃષિ અનેકવિધ લાભો સાથે ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

 

Advertisement

Trending

Exit mobile version