Gujarat
પંચમહાલ જિલ્લામાં ઈ-ચલણ (મેમો) અંગે ૨૨ જૂનના રોજ લોક અદાલત
નેત્રમ, ગોધરા તાલુકા પોસ્ટે તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન કુલ ત્રણ સ્થળોએ ઈ-ચલણનો દંડ રોકડમાં ભરી શકાશ
પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સી.કે ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શન હેઠળ
પંચમહાલ જિલ્લામાં સલામતીના ભાગરૂપે ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા મોનિટરિંગ કરી અને ઈ-મેમા આપવાની કામગીરી ચાલી રહી છે.
જેમાં મોટાભાગના વાહન ચાલકો દ્વારા ઈ-મેમાના દંડના નાણા ભરપાઈ કરવામાં આવે છે. પરંતુ કેટલાક વાહન ચાલકો આ દંડના નાણા ભરપાઈ કરવામાં ગંભીરતા કેળવતા નથી. જેથી ટ્રાફિક નિયમનના ભંગ બદલ ઇસ્યુ કરવામાં આવેલાઈ-મેમોના બાકી દંડ અંગે જિલ્લામાં આશરે ૩૦૦૦ જેટલા વાહન ચાલકો વિરુદ્ધ તારીખ ૨૨ જૂન ૨૦૨૪ ના રોજ પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના માટે કોર્ટ દ્વારા કોર્ટ નોટિસ કાઢી અને વાહન માલિકોને પોતાના સરનામા પર મોકલી આપવામાં આવી છે. જેથી આ તબક્કે ઈ- મેમોના દંડની રકમ ભરી દેવાથી ભવિષ્યની સખત કાર્યવાહી તેમજ કાયદાકીય ખર્ચથી બચી શકાય તેમ હોય, તારીખ ૨૧ જૂન ૨૦૨૪ સુધીમાં ઈ ચલણના બાકી દંડની રકમ ભરી દેવા માટે પંચમહાલ જિલ્લાપોલીસ અને જિલ્લા કાનૂની સેવા અને મંડળના દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.
લોકોને મળેલા ઈ-મેમોનો દંડ ભરવા માટે પંચમહાલ માં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની બાજુમા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તેમજ ગોધરા તલુકા પોલીસ સ્ટેશન તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રોકડ રકમમાં દંડ ભરી શકાશે.