Panchmahal

રાજગઢ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવડા ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

Published

on

(ગોકુળ પંચાલ દ્વારા “અવધ એક્સપ્રેસ”)

ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં હાલોલ સર્કલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ સીપીઆઇ એ.આર. પલાસ ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં રાજકીય આગેવાનો ગામના યુવાનો વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા લોક દરબારમાં ઘોઘંબામાં પોલીસ પ્રત્યેની કામગીરી તેમજ તાલુકામાં પડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરવા પોલીસ અધિક્ષકે જણાવતા ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયા દ્વારા રાજગઢ પોલીસ સ્ટેશનમાં મહેકમ વધારવા રજૂઆત કરવામાં આવી હતી

Advertisement

રાજગઢ પીએસઆઇ એમએલ ગોહિલના શાબ્દિક પ્રવચન બાદ મહેમાનોનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પોલીસ અને પ્રજાની વચ્ચે મિત્રતાનો સેતુ બાંધવાનો પ્રયાસ રૂપે કરવામાં આવ્યો હતો લોક દરબારમાં હાજર નગરજનોએ રાજગઢ પોલીસની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષકને કરેલી રજૂઆતના પ્રશ્નોનો પોલીસ અધિક્ષક તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો

  • ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયા દ્વારા રાજગઢ પોલીસ સ્ટેશનમાં મહેકમ વધારવા રજૂઆત કરવામાં આવી
  • લોકદરબાર થકી પોલીસ અને પ્રજાની વચ્ચે મિત્રતાનો સેતુ બાંધવાનો પ્રયાસ
  • લોક દરબારમાં હાજર નગરજનોએ રાજગઢ પોલીસની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું

Trending

Exit mobile version