Gujarat

Lokshabha Elections 2024 : આ મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન

Published

on

Lokshabha Elections 2024 : દરમ્યાન નવસારીમાં જોવા મળ્યો હતો અનોખો પશુ પ્રેમ

નવસારીમાં મતદાન દરમ્યાન અનોખુ આકર્ષણ જોવા મળ્યું હતું. નસવારી જિલ્લામાં પશુપાલકો પણ મોટી સંખ્યામાં રહે છે. ત્યારે કેટલાક પશુપાલકો પોતાના ગૌવંશને લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. આટલું જ નહીં કેટલાક પશુ પ્રેમી પોતાના પાલતુ પશુ જેમને ઘરમાં રાખતા હોય તેવા પશુને લઈ મતદાન મથક પહોંચ્યા હતા.

Advertisement

ગાંધીનગર : રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીની પ્રેસ કોન્ફરન્સ

ગાંધીનગર : લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે, સવારથી શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું છે. મોડી રાત્રે 12 વાગે મતદાનની ચોક્કસ ટકાવારી જાણી શકાશે.

Advertisement

મધ્ય ગીર જંગલમાં આવેલા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન

ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં સો ટકા મતદાન થયું હતું. બાણેજ બુથમાં છે માત્ર એક જ મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયું. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.

Advertisement

Trending

Exit mobile version