Panchmahal
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ ડે પર સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા ચિત્ર સ્પર્ધા યોજાઈ

આજનો સમય આધુનિક યુગ છે લોકોને જીવન જરૂરિયાતની ચીજો અને ટેકનોલોજી સાથે જીવી રહ્યા છે માનવી ખુબ ઝડપથી આગળ વધી રહી છે અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહી છે અવનવી શોધ કરી રહ્યા છે આજે એટલે કે આપણે ખુબ ઝડપથી જીવન જરૂરિયાતની ચીજો, એક દેશથી બીજા દેશમાં સરળતાથી આપણે પહોંચી જઈએ છીએ મોબાઇલ ટેકનોલોજીએ આપણે એક એવી દિશામાં લાવી દીધાં છે એના વગર માનવીને ચાલી શકે નહીં.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી સતત આગળ વઘે અને ટેકનોલોજી ક્ષેત્રે રસરુચિ રાખે તે હેતુથી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડે પર સાયન્સને લગતાં દરેક શાઘનો આવરી લઈ ઘોરણ 6 થી 10 ના તમામ બાળકોએ આ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સારૂ એવું ચિત્ર રજૂ કરનારને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે ઘોરણ 08 હરિજન રાધિકા વિજયભાઈ દ્વિતિય ક્રમે ઘોરણ 09 ગોસાઈ પ્રથા રમેશભાઈ અને તૃતીય ક્રમે ઘોરણ 10 ગર્ગ મોહિત જગદીશભાઈને લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડૉ સુજાત વલી, લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ દિવ્યાબેન, અવિનાશ મિસ્ત્રી, જાદવ બ્રીજબેન પટેલ હાર્મિત અને સદભાવના મિશન ક્લાસના શિક્ષક ઇમરાન ભાઈ વગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા મારવાડીવાસ ગોધરાના બાળકોને વધાવી લેવા માટે વાલીઓ, સ્થાનિક લોકો અને સમાજના લોકોએ નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડે પર બધાને શુભકામના પાઠવી હતી