Connect with us

Gujarat

લોકાભિમુખ વહીવટ –સશાસનની મક્કમતા : સુશાસન તરફની ૧૦૦ દિવસની મક્કમયાત્રા

Published

on

Lokabhimukh Administration – Firmness of Governance: 100 Days of Steadfast Journey towards Good Governance

ગુજરાત એટલે સુશાસનનો પર્યાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસના મંત્ર દ્વારા ગુજરાતમાં સુશાસનનો મજબૂત પાયો નાખ્યો છે. તેમણે જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઊર્જા શક્તિ, રક્ષા શક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતમાં એક આગવા વિકાસ મોડેલનું નિર્માણ કર્યું છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્યને મક્કમ સુશાસન આપવા કટીબદ્ધ રહ્યાં છે. તેમના પહેલા કાર્યકાળમાં તેમણે લીધેલા અનેક જનહિતલક્ષી નિર્ણયોને કારણે રાજ્યની જનતાએ સરકારમાં ફરી એકવાર પોતાનો ભરોસો બતાવ્યો અને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી તરીકેના દ્વિતિય કાર્યકાળના ૧૦૦ દિવસ જન જનના સાથ, સહકાર અને સેવાને વરેલા રહ્યાં. માત્ર ૧૦૦ દિવસના ટૂંકા ગાળામાં અનેક જનજનને સ્પર્શતા નિર્ણયો મક્કમતાપૂર્વક લેવાયા. એમણે લીધેલા કલ્યાણકારી નિર્ણયો ગુજરાતના લાખો લોકોના જીવનને વધુ ઉર્દ્વગામી બનાવી રહ્યાં છે. તેમણે ૧૦૦ દિવસમાં ગુજરાતી ભાષાની અસ્મીતને ઉજાગર કરતો મહત્વનો કાયદો બનાવ્યો. હવે ધોરણ ૧થી ૮માં ગુજરાતી ભાષા ફરજિયત ભણાવવામાં આવશે. આ કાયદાના ઘડતરથી માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ વર્ષો વરસ સુધી અકબંધ રાખી શકાશે. સરકારે વિધાનસભાના પહેલાં જ દિવસે લાખો વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમય બનતું અટકે તે માટે કડક કાયદો પસાર કર્યો છે. જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવાયો છે. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે.

Advertisement

Bhupendra Patel to be the new Chief Minister of Gujarat; succeeds BJP's  Vijay Rupani | India News

મુખ્યભૂમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પહેલું બજેટ આપણે સહુ જાણીએ છીએ કે, એક પણ નવા કરવેરા વિનાનું હતું. તેમણે સતત બીજા વર્ષે એક પણ નવા કરવેરા વિનાનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી વિશાળ કદ ધરાવતું ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડ રૂપિયાનું વર્ષ ૨૦૨૩-૨૪નું ઐતિહાસિક બજેટ જનતાને આપ્યું છે. જેમાં મૂડી ખર્ચની 72, 509 કરોડની જોગવાઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં 91 ટકા વધારે છે. પાંચ સ્તંભ આધારિત આ બજેટ અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનો પાયો બની રહેવાનું છે એ વાતને કોઇ નકારી શકે એમ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશને જી-20ની અધ્યક્ષતા કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે, ત્યારે ગુજરાતમાં પણ રાજ્યમાં જી-૨૦ અંતર્ગત અર્બન-૨૦, ટુરીઝમ-૨૦, બી-20 ઇન્સેપ્શન અને એન્વાયરમેન્ટ એન્ડ ક્લાયમેટ સસ્ટેનેબિલીટીના વર્કીંગ ગ્રુપની મિટીંગનું સફળતાપૂર્વક આયોજન થયું છે. ગુજરાતની મહેમાનગતિ માણીને સૌ વિદેશી મહાનુભાવો મંત્રમુગ્ધ બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમા ગુજરાત સરકારના ૧૦૦ દિવસમાં સુશાસન પ્રત્યેની નિષ્ઠાનો આજે સૌને વિશ્વાસ થઈ રહ્યો છે કે, જેમ નરેન્દ્રભાઈએ ગુજરાતને આપેલા વચનો પાળ્યા હતાં તેમ ભૂપેન્દ્રભાઈએ પણ વચનો પાળ્યા છે, પાળશે અને ગુજરાતનું માન વધારશે.

આધાર કાર્ડ નંબર આધારિત ઈ-સાઈનનું ઈ-સરકારમાં ઈન્ટીગ્રેશન સંપન્ન કરવામાં આવ્યું છે. જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે. રાજ્યના સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે 4,000 જેટલા લોકદરબાર યોજવામાં આવ્યા જેમાં 1,29,000 થી વધુ લોકો હાજર રહ્યા. 22 હજાર જેટલા લોકોને સરકાર દ્વારા 261.97 કરોડ રૂપિયાની લોન અપાવી. સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (SIT)ની રચના કરાઈ.

Advertisement

Bhupendra Patel to take over as 17th Gujarat chief minister today - The  Economic Times
પીએમ ગતિશક્તિ ગુજરાત પોર્ટલ સાથે ઈ-સરકારનું ઈન્ટિગ્રેશન. ઈ-સરકારમાં UIનું નવું કોન્ફીગરેશન અમલમાં મૂક્યું છે. પરફોર્મન્સ મેનેજમેન્ટ સુદૃઢ કરવા માટે ઈ-સરકારને સીએમ ડેશબોર્ડ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. રાજ્યની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા નવીન વિઝન-ડોક્યુમેન્ટેશન સાથે એકશન પ્લાન અમલમાં મૂકાયો છે. દસ્તાવેજની નકલો ડિજિટલ સ્વરૂપે સંગ્રહ કરવાની કામગીરીના ભાગરૂપે રાજ્યની 236 સરકારી કચેરીઓમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. પેમેન્ટ ફેલ્યોર ઘટાડવા માટે એસટીપી નવું પેમેન્ટ ગેટવે GARVI 2.0 શરૂ કરવામાં આવ્યું. 50 હજાર સુધીના પેમેન્ટ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ 20,000થી વધુ જનસુખાકારીના કાર્યો સંપન્ન કરાયા. ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા કરદાતાને વધારાનું 5 ટકા રિબેટ આપવામાં આવે છે. આ ઉપરાંત 2023-24ના વર્ષના પ્રોપર્ટી ટેક્સની રકમ તા. 30 જૂન-2023 સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને 10 ટકા રિબેટ અપાશે.

ડિસેમ્બર મહિનામાં રાજ્ય-જિલ્લા-તાલુકા અને ગ્રામ સ્વાગત મળી 2,961 રજૂઆતોમાંથી 2,546નું સકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું છે. જનતાના પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટે તમામ મંત્રીઓ પ્રતિ સોમવારે સવારે 10:30 કલાકથી સ્વર્ણિમ સંકુલ-ગાંધીનગરમાં મળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડિજિટલ ગવર્નન્સના નવતર અભિગમની પરિપાટીએ અદ્યતન ટેક્નોલોજી આધારિત આ મોડ્યુલ્સ – વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, અર્બન ગ્રિવેન્સ રિડ્રેસલ મોનીટરીંગ સિસ્ટમ, CMO વોટ્સએપ બોટ મોડ્યુલનો શુભારંભ કરવામાં આવ્યો છે. વોટ્સએપ બોટ’ દ્વારા નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાત માટેનો સમય માંગવાના સંપર્ક સૂત્રની તેમ જ મુખ્યમંત્રી રાહત નીધિનો લાભ મેળવવા માટેની માહિતી મેળવી શકશે. નાગરિકોની સુવિધા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય : ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 અન્વયેની અરજીઓ ઓફલાઈન પણ સ્વીકારવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં થતા ઝડપી ઔદ્યોગિક, શહેરી તથા ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિ ધ્યાને લેતાં રાજ્યમાં સ્થાવર મિલકતના વધેલા ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલકતના બજારભાવ નક્કી થઈ શકશે. રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્ત્વનો નિર્ણય : 50 ચો.મી.થી લઈને 300 ચો.મી.થી વધુ કદના બાંધકામો નિયમિત કરાશે. રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓનું સત્વરે આયોજન કરવાનો નિર્ણય કરાયો છે. આ વર્ષે માટી ખોદાણના કામ માટેનો ભાવ પ્રતિ ઘન.મી. રૂ. 40 થી વધારીને બાવન રૂપિયા કરવાનો સ્તુત્ય નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી જાહેર રજાના દિવસોએ રાજ્યના 18 જિલ્લાની બાવન સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવામાં આવી. સ્વામિત્વ યોજના અંતર્ગત 23,696 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ – 577 ગામોનું બાકી રહેલું ગ્રાઉન્ડ ટ્રુથીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે

Advertisement
error: Content is protected !!