Connect with us

Chhota Udepur

વ્યાજખોરી નું દુષણ ડામવા કદવાલ પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે કદવાલ પોલીસ મથકના પી.એસ.આઇ કે.કે.પરમાર દ્વારા કંડા ગામે લોકોમાં જનજાગૃતી આવે તે માટે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લોકો સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પી.એસ.આઇ કે.કે. પરમારે ઉપસ્થિત લોકોને વ્યાજખોરોની ચુગાલમાંથી બચવા તેમજ વ્યાજખોરો સામે જાગૃતતા લાવવા માટે સમજ આપવામાં આવી હતી. જે લોકો ધીરધાર પાસેથી ઉંચા વ્યાજે ઉછીના રૂપિયા લેતાં હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ વ્યાજખોરીની આ સામાજીક દૂષણરૂપી પ્રવૃતિને નાથવા માટે યોગ્ય સુચનો પણ કર્યા હતા.

Advertisement

લોકદરબારમાં કદવાલ પી.એસ.આઇ કે.કે.પરમારે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દુષણને ડામવા માટે હાથ ધરાયેલા અભિયાનમાં આપ સૌના સાથ સહકારની જરૂર છે. આપના પ્રશ્નો જણાવો અમે નિશ્ચિત સમયમર્યાદામાં અસરકારક પગલાં લઈશું. લોકદરબાર અંતર્ગત લોકોને કાયદાકીય સલાહ આપવાથી લઈને તેઓને સરકાર ની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં. વ્યાજખોરી એક સામાજીક દુષણ છે અને તેને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જનતા ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે, પરંતુ આજે અમે ખુદ આપની પાસે આવ્યા છીએ, આપના પ્રશ્નો સાંભળવા માટે હું દરેક લોકોને અપીલ કરું છુ કે, કોઈ પણ જાતની સમસ્યા હોય, તો તુરંત જ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરો જેથી પોલીસ આપની મદદ કરી શકે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે કદવાલ પોલીસ મથકના પી.એસ.આઇ કે. કે. પરમાર, હે.કો. સુભાષ રાઠવા, પો.કો.દિલીપ રાઠવા, કંડા ગામના સરપંચ પ્રતાપભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહી લોકોને માહિતી આપી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!