Gujarat
Loksabha Election : લોકશાહીનો અનેરો ઉમંગ, ગુજરાતના આ કલાકારોએ કર્યું સહ પરિવાર સાથે મતદાન

Loksabha Election : ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો પણ લોકશાહીના પર્વમાં તેમની ફરજ નિભાવવા આગળ આવ્યા છે અને મતદાન કરતા નજરે પડ્યા છે. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે મતદાન કર્યું. તો લોકસાહિત્યકાર માયાભાઈ આહીર પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પોતાના વતન બોરડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું.
ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો પણ લોકશાહીના પર્વમાં તેમની ફરજ નિભાવવા આગળ આવ્યા છે અને મતદાન કરતા નજરે પડ્યા છે. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે મતદાન કર્યું હતું.
લોકસાહિત્યકાર માયાભાઈ આહીર પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પોતાના વતન બોરડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.
પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ કચ્છના તેમના ગામ ટપ્પરની શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું.
જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ મોરબીમાં પત્ની અને દીકરી સાથે મતદાનના મહાપર્વમાં ભાગ લીધો હતો.
મૂળ નવસારીના અને બોલીવુડ તેમજ ટેલીવુડના કલાકાર એવા હર્ષ રાજપૂત પણ મતદાન કરવા મુંબઈથી નવસારી આવ્યા હતા અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.