Surat

પાલિકાના પે એન્ડ પાર્કમાં લારીઓ પાર્કિંગ

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

સુરત મહાનગર પાલિકાએ વરાછા ઝોનમાં સરદાર સ્મૃતિ ભવન ની બાજુમાં બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ વાહન ના બદલે ખાણી પીણીની લારીઓ નું પાર્કિંગ બની ગયું છે. આ પે એન્ડ પાર્કમાં થોડા સમય પહેલાં વેચાણ માટેની ગાડી મુકવા મા આવતી હોવાનો વિવાદ થયો હતો. હવે પાર્કિંગમાં વાહનને બદલે ખાણી પીણીની લારીઓ મુકવામા આવી રહી છે. આવી સ્થિતિ ના કારણે જે હેતુ માટે કરોડો રૂપિયાના ખર્ચે પે એન્ડ પાર્ક બનાવાયું છે તેનો ઉપયોગ ન થતાં પાલિકાના કરોડો રુપિયા પાણીમાં ગયા હોવાની ફરિયાદ થઈ રહી છે.

Advertisement

સુરત શહેરમાં વસ્તી સાથે વાહનોનો માં વધારો થતાં ટ્રાફિક સમસ્યા ઉભી થઈ છે. પાર્કિંગ માટે જગ્યાનો અભાવ હોવાથી સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવી રહી છે. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ પે એન્ડ પાર્ક અને ઓન સ્ટ્રીટ પાર્કિંગ જાહેર કરી રહી છે. મલ્ટી લેવલ પાર્કિંગ અને પે એન્ડ પાર્ક નો હેતુ શહેરમાં પાર્કિંગની સમસ્યા ઘટાડવા સાથે પાલિકાની આવક થાય તે પણ છે. જોકે, પાલિકાએ જાહેર કરેલા પે એન્ડ પાર્ક અને મલ્ટીલેવલ પાર્કિંગ નો ઉપયોગ ધંધાદારી થતાં પાલિકા માં ટ્રાફિક સમસ્યા વધી રહી છે.સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલું મલ્ટીલેવલ પાર્કિંગ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. હાલમાં આ મલ્ટીલેવલ પાર્કિંગમાં ખાણી પીણી ની અનેક લારીઓ મુકી દેવામાં આવે છે જેના કારણે વાહન પાર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે.

મલ્ટીલેવલ પાર્કિંગમાં લારીઓ મુકી દેવા સાથે ગંદકી પણ થતી હોય વાહન ચાલકો આ જગ્યાએ વાહનો પાર્ક કરતા અચકાઈ રહ્યા છે. આટલું જ નહી પરંતુ આ પે એન્ડ પાર્ક અસામાજિક તત્વોનો અડ્ડો હોય આ જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં જે કચરો પડ્યો છે તેમાં દારૂની ખાલી બોટલ પણ પડેલી છે. જેના કારણે આ મલ્ટીલેવલ પાર્કિંગમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે. પે એન્ડ પાર્કમાં સીસી ટીવી કેમેરા પણ છે જો પાલિકાએ અસામાજિક પ્રવૃત્તિ તથા લારીઓ કોણ પાર્ક કરે છે તે આ કેમેરાની મદદથી શોધી શકાય છે અને જવાબદાર સામે પગલાં પણ ભરી શકાય છે. જોકે, આ મલ્ટીલેવલ પાર્કિંગ નો પાર્કિંગના બદલે અન્ય ઉપયોગ થતો હોવાથી પાર્કિંગની સમસ્યા દૂર કરવાનો પાલિકાને હેતુ બર આવતો નથી તે હકીકત છે.

Advertisement

Trending

Exit mobile version