Connect with us

Chhota Udepur

જેતપુરપાવી તાલુકાના તાલુકા સેવા સદનની ચારે દિશા તરફના ૫૦૦ મીટર વિસ્તારમાં લાઉડસ્પીકર/ડી.જે. વગાડી શકાશે નહીં

Published

on

Loudspeaker/DJ in 500 meters area around Taluka Sewa Sadan of Jetpurpavi Taluk. Cannot be played
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાનું તાલુકા સેવાસદન રતનપુર ગામે આવેલું છે. સેવાસદનમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, તાલુકા સિવિલ તેમજ ફોજદારી કાર્ટ વગેરે જેવી કોર્ટ કચેરીઓ આવેલી છે. આ કોર્ટ/કચેરીઓનો સરકારી કામકાજનો સમય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધીનો છે. આ સમયગાળા દરમિયાન જાહેરજનતા દ્વારા સામાજીક પ્રસંગ/લગ્નગાળા દરમિયાન તિવ્રતાથી લાઉડસ્પીકર સાથે ડી.જે. વગાડવામાં આવે છે. જેના લીધે ધ્વનિ પ્રદૂષણ થવાથી તાલુકા સેવાસદન તથા આજુબાજુ આવેલ કોર્ટ/કચેરી ખાતે કામગીરી કરતા સ્ટાફને કામગીરી કરવામાં રૂકાવટ ઉભી થાય છે. તથા કામગીરીમાં ખલેલ પડે છે.
Restrictions on use of loudspeakers announced in Vadodara city -
ઉપર્યુકત હકીકતને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ સ્તુતિ ચારણે તેમને મળેલી સત્તાની રૂએ તા. ૧૮/૦૫/૨૦૨૩થી તા. ૧૭/૦૬/૨૦૨૩ સુધીના સમયગાળા (બંને દિવસ સહિત) કચેરી સમય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન જેતપુર-પાવી તાલુકાના રતનપુર ગામે આવેલા તાલુકા સેવાસદન ની નજીક ચારે દિશાના ૫૦૦ મીટર સુધીના વિસ્તારમાં લાઉડસ્પીકર/ડી.જે વગાડવા ઉપર સરકારી કામકાજના હિતમાં પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
error: Content is protected !!