Connect with us

Chhota Udepur

પરીક્ષા કેન્‍દ્રોની નજીક જાહેરમાં લાઉડસ્પીકર / ડી.જે. વગાડવા ઉપર પ્રતિબંધ

Published

on

Loudspeaker / DJ in public near examination centers. Ban on playing

પ્રતિનિધિ, કાજર બારીયા

જિલ્લામાં હાલ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની-પરીક્ષાઓ ચાલી રહેલ છે તે દરમિયાન પરીક્ષા કેન્‍દ્રોની નજીકમાં લાઉડ સ્પિકર તેમજ ડી.જે. વગાડવામાં આવતા હોવાથી પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી અનુભવાતા હોવાની રજુઆત અત્રે મળેલ છે જે અન્‍વયે પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના પત્ર ક્રમાંક :- LIB/ લાઉડસ્પીકર-ડી.જે/ પ્રતિબંધ/ ૩૨૫/ ૨૦૨૩ તા.૧૮/૦૩/૨૦૨૩થી હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની-પરીક્ષાઓ ચાલી રહેલ છે. જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્‍દ્રોની નજીકમાં લાઉડસ્પીકર તેમજ ડી.જે. વગાડવામાં આવે છે જેથી પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી અનુભવાય છે જેથી પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં કોઈ પણ પ્રકારના ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્‍દ્રોની નજીક જાહેરમાં લાઉડ સ્પિકર/ ડી.જે વગાડવા ઉપર પ્રતિબંધ કરવા અભિપ્રાય આપેલ છે. ઉક્ત હકીકત ધ્યાને લઈ, પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં કોઈ પણ પ્રકારનાં ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્‍દ્રોની નજીક જાહેરમાં લાઉડ સ્પિકર/ ડી.જે વગાડવા ઉપર જાહેરહિતમાં પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

Advertisement

Loudspeaker / DJ in public near examination centers. Ban on playing

વાસ્તે હું સ્તુતિ ચારણ, IAS, જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-33(થ) હેઠળના જાહેરનામા બહાર પાડવાની મને મળેલ સત્તાની રૂઈએ નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું, સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પિકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહી. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો / કયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરી શકાશે નહી. ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ Ambient Air Quality Standard in respect of Noise અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એંડ કન્‍ટ્રોલ) રુલ્સ-૨૦૦૦ના એન્‍વાયરમેન્‍ટના પ્રોટેક્શનની જોગવાઈઓ મુજબ જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તે વગાડવા પર કાયમને માટે પ્રતિબંધ છે. પરંતુ નીચેની શરતોને આધીન અગાઉથી અધિકૃત પરવાનગીના આધારે ફક્ત માઈક સીસ્ટમને પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.

Loudspeaker / DJ in public near examination centers. Ban on playing

SSC અને HSC પરીક્ષાઓને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લેવા તેમજ જિલ્લામાં ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય અને શાંતિમય વાતાવરણમાં ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્‍દ્રના સ્થળ નજીક ૫૦૦ મીટરના અંતર સુધી સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક દરમિયાન માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહી. ડી.જે. સીસ્ટમના માલીક કે જે આ સીસ્ટમ ભાડે આપે છે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાંનોંધણી કરાવવની રહેશે. માઈક સીસ્ટમ અને ડી.જે વગાડવા માટે તેના માલીક/ભાગીદારે પરવાનગી અરજી જે તે વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની કચેરીએ કરી મંજુરી મેળવી લેવાની રહેશે અને આપેલ શરતોને ચુસ્તપણે બિનચૂક અમલ કરવાનો રહેશે. શરતોનો ભંગ થયેથી પરવાનગી રદબાતલ થયેલ ગણાશે. વરઘોડો / રેલી, ધાર્મિક, રાજકીય કે સામાજિક શોભાયાત્રાઓના સમય દરમિયાન ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનિય બનાવ બને તો તેની સંપુર્ણ જવાબદારી પરવાનેદાર/પરવાનગી લેવા માટે આવનાર વ્યક્તિની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મેજીસ્ટ્રેટના અધિકાર ક્ષેત્રની જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સીસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહી. તેમજ અવાજનું પ્રદુષણ ફેલાવી શકાશે નહી. આવી પરવાનગીની અરજી તેના ઉપયોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથે ઓછી નહી તેટલા સમય પહેલા પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે. પરંતુ વ્યજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયની અંદર માંગવામાં આવેલ પરવાનગી તેમ કરવા માટે અધિકૃત અધિકારી પોતાની વિવેકબુદ્ધિ અનુસાર આપિ શકશે.

Advertisement

Loudspeaker Ban: Gautam Buddh Nagar Police serve 900 notices for violation  of loudspeaker ban - The Economic Times
અરજદાર તથા તેના પ્રતિનિધિએ મળેલ પરવાનગી સાથે માઈક સિસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ થાય તે સમયે ઉપરોક્ત જાહેર જગ્યા ઉપર હાજર રહેવુ પડશે. ફરજ પરના અધિકારીએ આ અંગેનો પરવાનો જોવા માંગે ત્યારે પરવાનાધારકોએ રજુ કરવાનો રહેશે. મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માઈક સીસ્ટમ / વાજિંત્રનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહી.
ગતિમાન વાહનમાં કોઈ પણ માઈક સીસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી અધિકૃત કરેલા અધિકારીની પરવાનગી સિવાય કોઈ પણ હેતુ માટે વાપરવો નહી અથવા ચલાવવો નહી.
માઈક સીસ્ટમ / વાજિંત્રના ઉપયોગથી આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ. ભય કે નુક્શાન અટકાવવા માટે કોઈ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઈ પણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઈ પણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઈક સીસ્ટમ / વાજિંત્ર વાપરવા પર મનાઈ ફરમાવતો હુકમ કરી શકાશે. ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ઉપર જણાવેલ નિયમો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમય અંગે કોઈ ભંગ કરે તો વાહન તથા માઈક સીસ્ટમ / વાજિંત્ર અને તેના ઉપકરણો જપ્ત કરી કાયદેસર કરી શકશે.
સદરહું જાહેરનામું તા.૨૦/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૧૩ સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. એવુ જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!