Gujarat
મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજનો બીજો સમુહશાદી કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ નો બીજો સમુહ લગ્નન યોજાયો.મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
જેમાં (૧૬)જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા.અધયક્ષ સ્થાને ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય એમ જી ગુજરાતી સાહેબ સૈયદ મુદ્સર અલી ચીશતી ઈદરીશ ભાઈ દવાવાલા, નસરુદ્દીન રાઠોડ, હાજી શિરાજ ભાઈ, સૈયદ ઈનાયત બાપુ આમોદ, મુસ્તાક શા સલીમ શા વિરોધ પક્ષના નેતા આણંદ નગરપાલિકા સલીમ શા રજબ શા ઐયુબ ભાઈ બોલાવે શેઠ ડો.જાવેદ મુસ્તુફા વકિલ ઈમરાન જેવા આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરોએ હાજરી આપી દુલ્હા દુલ્હન l શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થના થી નવાજવામાં આવ્યા હતા.
સાથે મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ ની ટીમ દ્વારા આવેલ મહેમાનો નુ ટોફી સન્માન પત્ર ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.