Dahod

કદવાલ માં મહાકાલ ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિતે બાઇક રેલી યોજાઈ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

આજે ભગવાન શ્રીરામના જન્મોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે મર્યાદા પુરષોત્તમ શ્રી રામનવમીની કદવાલમાં ઉજવણી થઇ રહી છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. મંદિરો ‘જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા છે.

Advertisement

આજરોજ કદવાલમાં મહાકાલ ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સ્થળોથી શ્રી રામનવમી ઉત્સવ નિમિતે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ૩૦૦ થી વધુ ભક્તોએ ભગવા ધ્વજ અને બાઈક, ફોર વ્હીલર સાથે જોડાયા હતાં. મહાકાલ ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની બાઈક રેલીનું પ્રસ્થાન પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયાએ કરાવ્યું હતું. જેમાં મહાકાલ સંગઠન દ્રારા પોતાની સંસ્કૃતિની ઝાંખી અને કરતબો બતાવ્યા હતાં. મહાકાલ સંગઠન દ્વારા શ્રી રામની બાઈક રેલી વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. તેના કારણે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ૧૮ કિમીની આ રેલી વિવિધ માર્ગો પર ફળી વળી હતી.

રામનવમીના અવસરે મહાકાલ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયા હતા. શણગારેલી જીપ અને બાઈક ઉપર નીકળેલા કાર્યકરો ઉત્સાહભેર શ્રીરામના નારા સાથે બાકરોલ થી નીકળેલી રેલી આકારે ફરી કદવાલ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

Advertisement

Trending

Exit mobile version