Panchmahal
હાલોલ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિની ઉજવણી કરાઇ

(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ ખાતે શ્વેતાંબર જૈનો દ્વારા મહાવીર ભગવાનની 2021મી જન્મ જયંતિ ની ઉજવણી આનંદ ઉલ્લાસ અને ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી શ્વેતાંબર પંથકના શ્રાવકો દ્વારા રેકડી પાસે આવેલ શ્વેતાંબર જૈન મંદિરથી 10:30 વાગ્યાના અરસામાં વાજા બેન્ડ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પહેલા શ્વેતાંબર મંદિરમાં બિરાજમાન જૈનોના ઈષ્ટદેવ મહાવીર સ્વામી ભગવાનની પૂજા અર્ચના અને આરતી બાદ શોભાયાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો શોભાયાત્રામાં મહાવીર ભગવાન નો જયજયકાર કરી વાતાવરણ ભરી દીધું હતું
શોભાયાત્રા સ્વસ્તિક કોમ્પલેક્ષ થી તાલુકા પંચાયત, નગરપાલિકા, બસ સ્ટેન્ડ, નાના બાગ પાસે થી, સ્ટેશન રોડ, બેન્ક રોડ ટાવર, થઈ ચોકસી બજાર સટ્ટાક આંબલી થઈ શ્વેતાંબર જૈન મંદિર પાસે શોભાયાત્રા ને વિરામ આપવામાં આવ્યો હતો હાલોલમાં જૈન સમાજની વસ્તી જુજ સંખ્યામાં છે પરંતુ સંગઠિત છે મોટાભાગના ઉદ્યોગપતિઓ છે અને જૈન સમાજના તમામ તહેવારોને હૃદય પૂર્વક ઉજવે છે તથા હાલોલ નગર ને પણ તેમનો સાથ હંમેશા સહકાર સંપૂર્ણપણે મળતો રહે છે આજની શોભાયાત્રામાં બુંદી પ્રસાદ ના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું