Connect with us

Dahod

ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરના પાટોત્સવ નિમિત્તે 108 લાડુંનો મહાયજ્ઞ કરાયો

Published

on

Mahayajna of 108 laddus was performed on the occasion of Patotsava of Jalod Siddhavinayak temple.

આજ રોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરનો પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પાંચ વાગ્યે ગણેશજીનું કેંસર સ્નાન, આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સવારે 11 વાગ્યે 108 લાડું સાથે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો તેની પૂર્ણાહુતિ સાંજે 6 વાગે કરવામાં આવી હતી ત્યારબાદ આરતી કરી સાંજે સાત વાગે અથર્વશિર્ષના પાઠ કરવામાં આવેલ હતા.

Mahayajna of 108 laddus was performed on the occasion of Patotsava of Jalod Siddhavinayak temple.

ઝાલોદ નગરમાં ગણેશજીનું એકમાત્ર મંદિર સિદ્ધવિનાયક મંદિર અનાજ માર્કેટ ખાતે આવેલું છે. નગરના લોકોમાં આ મંદિર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે નગરજનો મોટા પ્રમાણમાં ગણેશજીની પૂજા અર્ચના કરવા મંદિરે ઉમટી પડેલ હતા. ગણેશ ચતુર્થી થી અનંત ચૌદસ સુધી વિવિધ ધાર્મિક પ્રોગ્રામ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

Advertisement
error: Content is protected !!