Gujarat

મહીસાગર એ.સી.બીએ નિવૃત લાંચિયા કર્મચારીને નવાવર્ષના પ્રારંભે ઝબ્બે કરી જેલ ભેગો કર્યો

Published

on

કડાણાના ભૂરીના મુવાડા ગામના નિવૃત હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસર માનાભાઈ ડામોર નુ ૬૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા

(ગોધરા)

Advertisement

કડાણા તાલુકાનાં ભૂરીના મુવાડા ગામે રહેતા અને નિવૃત હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસર માનાભાઈ મોતીભાઈ ડામોર પોતે નિવૃત થયા બાદ પોતાના પુત્ર ના હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસરના ઓથા હેઠળ નિવૃતિ બાદ બંદોબસ્ત માં હાજર રહેલા હોમગાર્ડ જવાનોની મનસ્વી પણે નોકરીની વહેચણી કરવી હોમગાર્ડ જવાન ફરજ ઉપર ના સ્થળોએ હાજર છેકે કેમ  તેની ચકાસણીઓ કરીને માનદવેતન ભથ્થા ઓના બિલો તૈયાર કરવાની આ ફરજો બહારની કામગીરીઓ વચ્ચે એક હોમગાર્ડ જવાનને હેરાન પરેશાન નહીં કરવાના અને નજીકના પોઈન્ટ ઉપર નોકરી આપવા માટે નિવૃત હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસર માનાભાઈ ડામોર દ્વારા ૬૦૦૦ રૂપિયા ના લાંચના નાણાંની માંગણી કરી હતી આ સંદર્ભ માં મહીસાગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ના પી.આઇ એમ.એમ.તેજોત દ્વારા ભૂરીના મુવાડા ગામે ગોઠવવામાં આવેલા વ્યૂહાત્મક છટકા માં નિવૃત હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસર માનાભાઈ ડામોર નુ ૬૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર મહીસાગર જીલ્લામાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી

આ અંગેની વિગત એવી છે કે, આ માનાભાઈ મોતીભાઈ ડામોર આરોપી કે જેઓ અગાઉ બે વર્ષ પહેલા  હોમગાર્ડ  કમાન્ડીંગ ઓફીસરના હોદ્દા ઉપરથી નિવૃત થયા હતા અને  હાલમા  તેઓના પુત્ર  હોમગાર્ડ  કમાન્ડીંગ  ઓફીસર તરીકે  ફરજ બજાવે છે અને પોતે હોદ્દા  ઉપર ન હોવા છતા  મનસ્વીપણે  હોમગાર્ડની નોકરીની વહેચણી કરવી,નોકરીના સ્થળે હાજર છે  કે કેમ તેની ચકાસણી  કરવી, હોમગાર્ડના   માનદવેતનના  ભથ્થાનુ બીલ  બનાવવાની  કામગીરી  તેમજ ફરિયાદીને  નોકરીનો નજીકનો  પોઇન્ટ આપવાની અને તેઓને નોકરીમા  હેરાન પરેશાન નહી  કરવા  સારૂ  આ  આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા 6 હજારની લાંચની માંગણી કરી હતી.જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ જેથી ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ  આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 6 હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચની હાજરીમા સ્વીકારતા એ સી બી એ સ્થળ પર આરોપીને ઝડપી પાડ્યો હતો.

Advertisement

 

 

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version