Connect with us

Gujarat

મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ- ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

Published

on

mahisagar-district-coordination-committee-part-2-meeting-was-held-under-the-chairmanship-of-district-collector

મહિસાગર જિલ્લા સંકલન સમિતિની ભાગ-૨ ની બેઠક જિલ્લા કલેક્ટર ભાવીન પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરશ્રીએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ,જિલ્લા સ્વાગત તથા મુખ્યમંત્રીશ્રી તરફથી મળતી લોક ફરિયાદની નિકાલ બાકી અરજીઓની વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ,અધિક નિવાસી કલેક્ટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર,નાયબ વન સરક્ષક તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

Advertisement
error: Content is protected !!